Pramāṇa · Search · About · API

Dasaveyaliya 164

Dasaveyāliya: ṭīkānusārī vivecana 164

Language
Gujarati

164

‘દશવૈકાલિક’ નિર્યુક્તિ–૧૭૧ થી ૧૭૫ + વિવેચન [૨/૧૭૧ થી ૧૭૫ + વિવેચન]
ગદ્ય, પદ, ગેય અને ચૌર્ણ એ ચાર પ્રકારે ગ્રથિત પદ છે. આ પ્રકારે જ ગ્રંથરચના થાય છે. આ ધર્મ, અર્થ, કામ વડે સમુત્થાન અર્થાત્‌ તે વિષયપણાથી ઉત્પત્તિ છે. તેથી તે ત્રિસમુત્થાન છે. સર્વ-સંપૂર્ણ. (શંકા) જો ઉપરના ત્રણ માટે ગ્રંથરચના હોય તો મોક્ષ સમુત્થાન માટે ગદ્યાદિ રચનાનો અભાવ થશે. (સમાધાન) ના, તેમ નથી. કેમકે મોક્ષ સમુત્થાન ધર્મ સમુત્થાનમાં અંતર્ભાવ થાય છે. ધર્મનું કાર્ય મોક્ષ છે. અથવા આ ત્રિસમુત્થાનને લૌકિક લક્ષણ જ લેવું. એ પ્રમાણે લક્ષણજ્ઞ કવિઓ કહે છે.
હવે ગદ્ય લક્ષણ કહે છે – મધુર એટલે સુતક્ર, અર્થ, ઉભય વડે સાંભળનારને. હેતુનિયુક્તિ - ઉપપત્તિ સહિતનો ક્રમ. ગ્રથિત - અનુપૂર્વીએ બદ્ધ. અપાદ - વિશિષ્ટ છંદો રચનાયોગથી પાદવર્જિત. વિરામ - અવસાન. તેનાથી યુક્ત અર્થથી પણ પાઠથી નહીં. - X - X - કાવ્ય ગદ્ય આ પ્રકારે જાણવું. હવે પદ્ય કહે છે – સમ, અર્ધસમ અને વિષમ એમ ત્રણ પ્રકારે કાવ્ય છે. કોની સાથે સમ છે? પાદ અને અક્ષરો સાથે. ચાર પદનો શ્લોક તથા ગુરુ-લઘુ અક્ષરની સમાનતા છે. બીજા કહે છે – સમ અને અર્ધસમ એટલે જેમાં પહેલું, ત્રીજું અને બીજાનું ચોથું સમાન અક્ષરવાળું તે અર્ધસમ અને ચારે પાદમાં સમાન અક્ષરો હોય તે સમ. વિષમ એટલે બધાં પદોમાં સમાન અક્ષર ન હોય એમ વિધિજ્ઞો કહે છે.
હવે ગેય કહે છે – તંત્રી સમ, તાલ સમ, વર્ણસમ, ગ્રહસમ, લયસમ એમ કાવ્ય પાંચ પ્રકારે જ છે. ગવાય તે ગીત. ઉક્ત વિધિ વડે ગેય નામે છે. તેમાં તંત્રીસમ - વીણા આદિ તંત્રી શબ્દથી તુલ્ય અને મિલિત છે. એ પ્રમાણે તાલાદિમાં પણ કહેવું. વિશેષ એ કે - તાલ એટલે હાથની તાળી. વર્ણ - નિષાદ પંચમાદિ, ગ્રહ - ઉત્ક્ષેપ, લય - તંત્રી સ્વન. તેમાં ખૂણેથી તંત્રી સ્પર્શાય છે, નખથી અનુમૃદાય છે, તેમાંથી બીજા જેવો સ્વર ઊઠે છે, તેને લય કહે છે. હવે ચૌર્ણ પદ કહે છે – જેમાં અર્થ ઘણો હોય તે ‘અર્થબહુલ’ છે. ઈત્યાદિ - X - X - X - X - ગ્રથિત કહ્યું, પ્રકીર્ણક લોકથી જાણવું. નોઅપરાધ પદ કહ્યું. હવે અપરાધ પદ કહે છે.