Dasaveyaliya 172
Dasaveyāliya: ṭīkānusārī vivecana 172
- Language
- Gujarati
172
વિવેચન–૯
તે જ ત્યાગી પોતાને અને બીજાને તુલ્યપણે જુએ તે સમ, તથા જેના વડે દેખાય તે દૃષ્ટિ વડે બધાંને સમપણે જોતો ચાલે એટલે ગુરુ ઉપદેશાદિથી સંયમ યોગમાં વર્તે. તેમને પણ કર્મની ગતિ બળવાન હોવાથી કદાચિત્ મન બહાર જાય એટલે ભોગવેલા ભોગનું સ્મરણ થાય, અભુક્ત ભોગીને કુતૂહલથી મન ચલિત થાય. અર્થાત્ સંયમ યોગથી બહાર નીકળી જાય, તેનું દૃષ્ટાંત –
કોઈ રાજપુત્ર બહાર સભામંડપમાં રમતો હતો. દાસી પાણીનો ઘડો લઈને નીકળી, રાજકુમારે કાંકરાથી ઘડો ફોડ્યો. દાસીને રડતી જોઈને તેણે ફરી કાંકરો ફેંક્યો. દાસીએ વિચાર્યું કે રક્ષક જ જો લૂંટારો હોય તો પોકાર ક્યાં કરવો? દાસીએ માટીનો કઠણ લોંદો લગાવી કાણું બંધ કરી દીધું અને ચાલતી થઈ. એ પ્રમાણે સાધુનું મન સંયમથી બહાર નીકળે તો તે સાધુએ પ્રશસ્ત પરિણામ વડે અસત્ સંકલ્પ રૂપ છિદ્રને ચારિત્રરૂપ જળના રક્ષણ માટે બંધ કરી દેવું. કેવા આલંબનથી? જેની સુંદરતાથી મોહ ઉત્પન્ન થયો હોય, તેના સંબંધી વિચારવું કે – ‘તેણી મારી નથી’ કેમકે દરેક પોતાના કર્મોના ફળ ભોગવે છે. એમ સમજી રાગને નિવારે અને તત્ત્વદર્શી હોય તો પરમાર્થ સમજીને પાપથી પાછો ખસે. - X - X -
એક વણિક પુત્ર હતો, તે સ્ત્રીનો ત્યાગ કરી સૂત્રપાઠ મોટેથી ગોખે છે. પણ તેને થયું કે તેણી મારા ઉપર રાગવાળી હતી, હું તેને શા માટે છોડું? સાધુવેશમાં ઉપકરણ સહિત ઘેર જવા નીકળ્યો. સ્ત્રી પાણી લેવા તળાવે આવી, ત્યાં તે ઊભો રહ્યો. સ્ત્રી શ્રાવિકા બની હતી, દીક્ષા લેવા ઈચ્છતી હતી. સ્ત્રી ઓળખી ગઈ, સાધુ નથી ઓળખતો, તેણે સ્ત્રીની પૃચ્છા કરી, દીક્ષા છોડવી છે તેમ જણાવ્યું. સ્ત્રી વૈરાગ્યવાન્ હતી, તે જૂઠું બોલી કે તે સ્ત્રી તો બીજા સાથે ગઈ. સાધુને થયું કે ભગવંતે સત્ય જ કહ્યું છે – ‘તે મારી નથી, હું તેનો નથી.’ એમ પરમ સંવેગ પામ્યો અને બોલ્યો કે હું પાછો ફરું છું. પછી સ્ત્રીએ શીખામણ આપી કે, જીવિત અનિત્ય છે, કામ-ભોગ નાશ થનારા છે ઈત્યાદિ કેવલી પ્રજ્ઞપ્ત ધર્મ સમજાવ્યો. સ્થિર થયો. આચાર્ય પાસે ફરી પ્રવ્રજ્યા ગ્રહણ કરી સ્થિર થયો. આ પ્રમાણે આત્માને સાધુએ સ્થિર કરવો જોઈએ. એ પ્રમાણે અંતર મનના નિગ્રહનો વિધિ કહ્યો. પણ તે બાહ્ય વિધિ સિવાય કરવો શક્ય નથી, તેથી તેનું વિધાન બતાવે છે –
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit