Dasaveyaliya 174
Dasaveyāliya: ṭīkānusārī vivecana 174
- Language
- Gujarati
174
વિવેચન–૧૦
સંયમના ઘરમાંથી મન નીકળી ન જાય તે માટે (ગુરુ શિષ્યને કહે છે –) તું આતાપના કર. ઉણોદરી આદિ કર, આના વડે શરીરથી ઉત્પન્ન દોષનો પરિહાર કરવા કહે છે. તથા સુકુમારત્વનો ત્યાગ કર, આના વડે ઉભય સમુત્થ દોષ પરિહાર કહ્યો. કેમકે સુકુમારત્વથી કામેચ્છા પ્રવર્તે છે અને સ્ત્રીઓને પ્રાર્થનીય થાય છે. આ પ્રમાણે ઉભય આસેવનથી ‘કામ’નું ઉલ્લંઘન કર. કેમકે ઉલ્લંઘનથી તેટલું જ દુઃખ થશે. કેમકે ‘કામ’નો દુઃખ સાથે સંબંધ છે. હવે ‘કામ’ ઉલ્લંઘન વિધિ કહે છે – દ્વેષને છેદ. રાગ દૂર કર. કઈ રીતે? સમ્યગ્ જ્ઞાનબળથી અને વિપાક - આલોચનાદિ વડે. શબ્દાદિ વિષયો જ કામ છે. એમ કરવાથી ફળ શું? સુખી થઈશ. ક્યાં? સંસારમાં. મોક્ષ ન પામ ત્યાં સુધી સુખી થઈશ. બીજા સંપરાયનો અર્થ પરીષહ, ઉપસર્ગ કરે છે. સંયમગૃહથી મન ન નીકળે માટે ચિંતવે કે
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit