Pramāṇa · Search · About · API

Dasaveyaliya 175

Dasaveyāliya: ṭīkānusārī vivecana 175

Language
Gujarati

175

‘દશવૈકાલિક’ સૂત્ર–૧૧ થી ૧૪ [૨/૧૧ થી ૧૪]
[૧૧] અગંધન કૂળમાં ઉત્પન્ન સર્પ પ્રજ્વલિત દુઃસહ અગ્નિમાં કૂદી જાય છે, પણ વમન કરેલ વિષને પાછું પીવાની ઈચ્છા કરતો નથી.
[૧૨] હે અપયશના કામી! તને ધિક્કાર છે કે તું અસંયમી જીવનને માટે વમન કરેલને પાછું પીવા ઈચ્છે છે. આના કરતાં તો તું મરી જાય તે જ યોગ્ય છે.
[૧૩] હું ભોજરાજાની પુત્રી રાજીમતી અને તું અંધકવૃષ્ણિનો પુત્ર રથનેમી છે. ગંધનકુળમાં સર્પ સમાન ન થઈએ. તેથી તું સ્થિર-ચિત્ત થઈને સંયમનું પાલન કર. (કેમકે)
[૧૪] તું જે-જે સ્ત્રીઓને જોઈશ, તેના પ્રત્યે જો આવો રાગ-ભાવ કરીશ તો વાયુથી આહત હડ વનસ્પતિ માફક અસ્થિરાત્મા થઈ જઈશ.

Linked texts (1)