Dasaveyaliya 178
Dasaveyāliya: ṭīkānusārī vivecana 178
- Language
- Gujarati
178
વિવેચન–૧૫, ૧૬
એ પ્રમાણે સંબદ્ધ - બુદ્ધિમાનો કરે છે. અથવા સમ્યગ્ દર્શન સહિત કે દર્શન એકીભાવથી બુદ્ધ તે સંબુદ્ધ - વિષય સ્વભાવને જાણેલા અથવા સમ્યગ્ દૃષ્ટિ. તેઓ પંડિત - સમ્યગ્ જ્ઞાનવંત અને પ્રવિક્ષણ - ચારિત્રના પરિણામવાળા હોય છે. બીજા કહે છે – સંબુદ્ધ એટલે સામાન્યથી બુદ્ધિમંત પંડિતો - વમેલા ભોગોના આસેવન દોષને જાણનારા, પ્રવિચક્ષણ - પાપભીરુ. તેઓ પૂર્વના અનાદિ અભ્યાસથી કદર્થના પામે તો પણ ભોગથી પાછા ખસે છે, જેમ આ પુરુષોત્તમ રથનેમી પાછા ખસ્યા.
(શંકા) રથનેમીનું પુરુષોત્તમત્વ કઈ રીતે? જે દીક્ષા લીધા પછી પણ વિષયાભિલાષી થયા? (સમાધાન) અભિલાષ થયા પછી પણ પ્રવૃત્તિ ન કરી તેથી. કાપુરુષો અભિલાષને અનુરૂપ પ્રવૃત્તિ કરે છે. (શંકા) દશવૈકાલિક એ નિયત શ્રુત જ છે. કહ્યું છે – જ્ઞાતા અધ્યયનના ઉદાહરણો. ઋષિભાષિત અને પ્રકીર્ણક શ્રુત એ અનિત્ય છે, બાકીના નિયત છે. તો અભિનવ ઉત્પન્ન આ ઉદાહરણ તેમાં કઈ રીતે આવ્યું? નિયત શ્રુતમાં પણ કોઈ એવા અર્થમાં હોય છે. ઉત્સન્ન શબ્દના ગ્રહણથી ‘પ્રાયઃ નિયત પણ સર્વથા નહીં.’ એવો અર્થ છે. બ્રવીમિ - સ્વબુદ્ધિથી નહીં પણ તીર્થંકર ગણધરના ઉપદેશથી આ કહેલ છે. - X -.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit