Pramāṇa · Search · About · API

Dasaveyaliya 179

Dasaveyāliya: ṭīkānusārī vivecana 179

Language
Gujarati

179

૦ શ્રામણ્યપૂર્વક અધ્યયનની વ્યાખ્યા કરી. હવે ક્ષુલ્લિકાચાર કથા આરંભીએ છીએ. તેનો સંબંધ આ છે – અધ્યયન બેમાં કહ્યું - ધર્મ સ્વીકારનાર નવા સાધુને તેમાં અધૈર્યનો સંમોહ થાય તો ધૃતિવાળા થવું. અહીં તે ધૃતિ આચારમાં કરવી પણ અનાચારમાં નહીં તે કહેલ છે. આ જ આત્મસંયમનો ઉપાય છે. - X - આ સંબંધે આવેલ આ અધ્યયનના ચાર અનુયોગદ્વારો પૂર્વવત્‌. નામનિષ્પન્ન નિક્ષેપામાં ‘ક્ષુલ્લિકાચાર કથા’ નામ છે. તેમાં ક્ષુલ્લિક, આચાર અને કથાનો નિક્ષેપ કરવો. મોટાની અપેક્ષાથી ક્ષુલ્લક (લઘુ). તેથી પહેલાં મોટું બતાવે છે –

Linked texts (1)