Dasaveyaliya 180
Dasaveyāliya: ṭīkānusārī vivecana 180
- Language
- Gujarati
180
‘દશવૈકાલિક’ નિર્યુક્તિ–૧૭૯ થી ૧૮૧ + વિવેચન [૩/૧૭૯ થી ૧૮૧ + વિવેચન]
કોઈનું નામ મોટું હોય તે નામ મહત્. મોટાની સ્થાપના તે સ્થાપના મહત્. અચિત્ત મહાસ્કંધ તે દ્રવ્ય મહત્. લોકાલોકાકાશ તે ક્ષેત્ર મહત્, અતીત આદિ ભેદ સંપૂર્ણ તે કાલ મહત્. પ્રધાન મહત્ ત્રણ પ્રકારે – સચિત્ત, અચિત્ત, મિશ્ર. સચિત્ત ત્રણ ભેદે – દ્વિપદ, ચતુષ્પદ, અપદ. તેમાં દ્વિપદોમાં તીર્થંકર પ્રધાન છે. ચતુષ્પદોમાં હાથી, અપદોમાં ફસણ, અચિત્તમાં વૈડૂર્ય રત્ન, મિશ્રમાં વૈડૂર્યાદિ વિભૂષિત તીર્થંકર પ્રધાન છે. તેથી તેનું મહત્ પણું છે. પ્રતીત્ય મહત્ એટલે એકની અપેક્ષાએ બીજું, જેમ - આમળા કરતાં બિલ્વફળ, બિલ્વ કરતા કોઠું એ મોટા ફળ છે. ભાવમહત્ ત્રણ ભેદે છે – પ્રાધાન્યથી, કાળથી, આશ્રયથી. પ્રાધાન્યથી ક્ષાયિકભાવ મહાન છે, કેમકે તે મુક્તિનો હેતુ છે. કાળથી પારિણામિક પ્રધાન છે, કેમકે જીવત્વ અને અજીવત્વ પરિણામનું અનાદિ અનંતપણું હોવાથી અજીવો જીવપણે અને જીવો અજીવપણે કદી પરિણમતા નથી. આશ્રયથી ઔદયિક ભાવ પ્રધાન છે. કેમકે ઘણાં જીવોએ તેનો આશ્રય કર્યો છે. બધાં સંસારી જીવો તેમાં વિદ્યમાન છે. આ મહત્નો પ્રતિપક્ષ તે ક્ષુલ્લક.
ક્ષુલ્લકમાં નામ, સ્થાપના સુગમ છે. દ્રવ્યક્ષુલ્લક તે પરમાણુ, ક્ષેત્રક્ષુલ્લક તે આકાશપ્રદેશ, કાલક્ષુલ્લક તે સમય. પ્રધાન ક્ષુલ્લક તે સચિત્ત આદિ ત્રણ. સચિત્તમાં દ્વિપદ ક્ષુલ્લક તે અનુત્તર દેવો, શરીરમાં ક્ષુલ્લક તે આહારક શરીર. ચતુષ્પદમાં સિંહ, અપદમાં જાતિકુસુમ. અચિત્તમાં વજ્ર, મિશ્રમાં શય્યામાં રહેલ અનુત્તર દેવ. પ્રતીત્વ ક્ષુલ્લક તે કોઠા કરતાં બિલ્વફળ નાનું છે ઈત્યાદિ. ભાવક્ષુલ્લક તે ક્ષાયિક ભાવ. કેમકે તેના થોડા જીવો આશ્રય કરેલ છે. આ ક્ષુલ્લક નિક્ષેપ કહ્યો.
હવે ‘આચાર’નો નિક્ષેપો – પૂર્વે જે નિક્ષેપા ક્ષુલ્લકના કહ્યા, તેમાં ફક્ત ‘પ્રતીત્ય-ક્ષુલ્લક’ છે, તેનો અહીં અધિકાર છે. કેમકે જે મોટી આચારકથા જે ધર્માર્થકામ અધ્યયન નામે છે, તેની અપેક્ષાએ ક્ષુલ્લિકા છે. આચાર નિક્ષેપ ચાર ભેદે – નામાચાર, સ્થાપનાચાર, દ્રવ્યાચાર, ભાવાચાર. તેનો ભાવાર્થ આ છે – નામ અને સ્થાપના ગૌણ છે. હવે દ્રવ્યાચાર કહે છે – નામન, ધાવન, વાસન, સિક્ષાપન, સુકરણ અવિરોધી દ્રવ્ય જે લોકમાં છે, તેને દ્રવ્યાચાર જાણવો. - X - દ્રવ્યનું તે-તે પ્રકારે પરિણમવું તે.
‘નામન’નું અવનતિકરણ તે બે ભેદે છે – આચારવાળું અને અનાચારવાળું. તેનું પરિણામ અયુક્ત આવે અથવા તો યુક્ત આવે. તેમાં તિનિશલતાદિ આચારવાળી છે, એરંડાદિ અનાચારવાળા છે. તિનિશિલતા જેમ વાળે તેમ વળે છે, પણ એરંડાને નહીં. એ પ્રમાણે બધે ભાવના કરવી. વિશેષમાં ઉદાહરણ કહે છે – ધાવનમાં હરિદ્રા રક્તવસ્ત્ર આચારવાળું છે, એટલે હળદરથી રંગેલું હોય તે સુખેથી દોવાય છે. પણ કૃમિ રંગવાળું અનાચાર છે, કેમકે તેમાં રંગાયેલ કપડું ધોતાં ન ધોવાય. પાટલા કુસુમ આદિ સુગંધીવાળું થાય તે આચારવંત, પણ વૈડૂર્ય રત્નાદિ કશાથી પણ સુગંધીવાળું ન થાય માટે તે અનાચારવાળું છે. ઈત્યાદિ દૃષ્ટાંતો - X - X - જાણવા. આ પ્રમાણેના દ્રવ્યો જે લોકમાં છે, તે જ તેના આચાર દ્રવ્યમાં અતિરેકથી ‘દ્રવ્ય-આચાર.’ આચારણ પરિણામના વિવક્ષિતત્વથી દ્રવ્યાચાર છે. ભાવપણામાં પણ ગુણના અભાવથી દ્રવ્યાચાર જાણવો.
દ્રવ્યાચાર કહ્યો. હવે ભાવાચાર કહે છે –