Pramāṇa · Search · About · API

Dasaveyaliya 183

Dasaveyāliya: ṭīkānusārī vivecana 183

Language
Gujarati

183

‘દશવૈકાલિક’ નિર્યુક્તિ–૧૯૩ + વિવેચન [૩/૧૯૩ + વિવેચન]
હવે કામકથા કહે છે – રૂપ તે સૌંદર્ય, વય-યુવાની. વેષ-ઉજ્જવળ વસ્ત્રો, દાક્ષિણ્ય - માર્દવ, શિક્ષા-જુદા જુદા વિષયો કે કળાનું શિક્ષણ. દૃષ્ટાંત – અદ્ભુત દર્શન, તેને આશ્રીને સાંભળેલ તથા અનુભવેલ હોય, સંસ્તવ-પરીચય, આ સંબંધી જે કથા તે કામકથા. રૂપમાં વસુદેવ આદિનું દૃષ્ટાંત છે. યુવાનીમાં પ્રાયઃ બધાં લાવણ્યથી મનોહર દેખાય છે. - X - ઉજ્જવળ વેશ પણ કામાંગ છે - X - સ્ત્રીને માર્દવતા પ્રિય છે, શિક્ષા અને કળામાં કામાંગને પુષ્ટિ મળે છે. - X - બીજા કહે છે કે અહીં અચળ અને મૂળદેવ બંને પાસે દેવદત્તાએ શેરડી માંગી, અચળે ઘણી પણ સંસ્કાર્યા વિનાની શેરડી મોકલી, મૂળદેવે થોડી પણ સુસંસ્કૃત આપી. દૃષ્ટને આશ્રીને કામકથા – નારદે રુકિમણીનું રૂપ જોઈને વાસુદેવને કહ્યું. શ્રુતમાં પદ્મનાભે દ્રૌપદી વિશે સાંભળી અપહરણ કરાવ્યું. અનુભૂતમાં તરંગવતી, સંસ્તવમાં કામકથા પરિચય જાણવા. કામકથા કહી. હવે ધર્મકથા કહે છે –