Pramāṇa · Search · About · API

Dasaveyaliya 188

Dasaveyāliya: ṭīkānusārī vivecana 188

Language
Gujarati

188

‘દશવૈકાલિક’ સૂત્ર–૨૭ થી ૩૧ [૩/૨૭ થી ૩૧]
[૨૭] સાધુઓ પાંચ આશ્રવને સારી રીતે જાણીને તેનો ત્યાગ કરનાર, ત્રણ ગુપ્તિથી ગુપ્ત, છ જીવનિકાયમાં સંયત, પાંચ ઈન્દ્રિયોનો નિગ્રહ કરનારા, ધીર અને ઋજુદર્શી હોય છે.
[૨૮] સુસમાહિત સંયમી ગ્રીષ્મમાં આતાપના લે, હેમંતમાં અપ્રાવૃત્ત રહે, વર્ષામાં પ્રતિસંલીન રહે છે.
[૨૯] તે મહર્ષિઓ પરીષહ શત્રુનું દમન કરે છે, મોહને પ્રકંપિત કરે છે, જિતેન્દ્રિય થઈ બધાં દુઃખોનો નાશ કરવાને પરાક્રમ કરે.
[૩૦] દુષ્કરનું આચરણ કરીને તથા દુઃસહને સહન કરીને, તેમાંના કેટલાંક દેવલોકમાં, કેટલાંક નીરજ થઈ મોક્ષમાં જાય છે.
[૩૧] સિદ્ધિ માર્ગને પ્રાપ્ત અને ત્રાતા એવા તે સંયમ અને તપ દ્વારા પૂર્વ કર્મોનો ક્ષય કરીને પરિનિર્વૃત્ત થાય છે - તેમ હું કહું છું.

Linked texts (1)