Dasaveyaliya 189
Dasaveyāliya: ṭīkānusārī vivecana 189
- Language
- Gujarati
189
વિવેચન–૨૭ થી ૩૧
પાંચ આશ્રય - હિંસાદિ. પરિજ્ઞાતા - બે ભેદે, જ્ઞ પરિજ્ઞાથી અને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી. ચોતરફથી જાણનારા તે પંચાશ્રવ પરિજ્ઞાતા. - X - આવા હોવાથી મન, વચન, કાય ગુપ્તિથી ગુપ્ત. પૃથ્વીકાયાદિ છકાયમાં સંયત - સર્વ પ્રકારે યતના કરનારા. પાંચ ઈન્દ્રિયોની નિગ્રહણા તે પંચ નિગ્રહણા. ધીર - બુદ્ધિમાન કે સ્થિર. નિર્ગ્રન્થ - સાધુ. ઋજુદર્શી - ઋજુ એટલે મોક્ષ, ઋજુપણાથી સંયમ, તેને ઉપાદેયપણે જોનારા.
તે ઋજુદર્શી કાળને આશ્રીને યથાશક્તિ આ કરે છે – ઉર્ધ્વ સ્થાનાદિથી ઉષ્ણકાળમાં આતાપના લે છે. શિયાળામાં વસ્ત્ર રહિત રહે છે. વર્ષાકાળમાં એક આશ્રય સ્થાને રહે છે. સંયત - સાધુ, સુસમાહિત - જ્ઞાનાદિમાં યત્નવાળા. ૦ પરીષહ - માર્ગથી ભ્રષ્ટ ન થવા તથા કર્મ નિર્જરાર્થે પરીષહો સહન કરે. પરીષહ - ભૂખ, તરસ આદિ. તે જ શત્રુ રૂપ હોવાથી ‘પરીષહરિપુ’ કહ્યા. દાંત - પરીષહનું દમન કરનારા, - X - મોહ - અજ્ઞાન. જિતેન્દ્રિય - શબ્દાદિમાં રાગ-દ્વેષ રહિત. તેઓ શરીર અને મન સંબંધી દુઃખના ક્ષયાર્થે પ્રવર્તે છે. કેવા તે? મહર્ષિ.
હવે તેમને શું ફળ પ્રાપ્ત થાય, તે કહે છે – ઔદ્દેશિકાદિના ત્યાગથી તે દુષ્કર કૃત્યો, આતાપનાદિ દુઃસહ દુઃખો સહીને કેટલાંક સૌધર્માદિ દેવલોકમાં જાય છે. કેટલાંક સાધુ આઠ કર્મરજ સહિત થઈને મોક્ષમાં જાય છે. ત્યાં એકેન્દ્રિયો પણ હોય તે નિવારવા આઠ પ્રકારના કર્મરહિત કહ્યું. જેઓ આવા અનુષ્ઠાનથી દેવલોકમાં જાય છે તેઓ પણ ત્યાંથી ચ્યવીને આર્યદેશમાં સુકુળમાં જન્મ પામીને જલદી મોક્ષે જાય છે. અર્થાત્ પૂર્વોક્ત બધાં કર્મોને સંયમ અને તપથી ખપાવીને અનુક્રમે સમ્યગ્ દર્શનાદિ લક્ષણો પામીને આત્માદિના ત્રાતા બનીને સિદ્ધિપદને પામે છે. - X - તેમ હું કહું છું. - X –
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit