Dasaveyaliya 199
Dasaveyāliya: ṭīkānusārī vivecana 199
- Language
- Gujarati
199
‘દશવૈકાલિક’ ભાષ્ય–૮ + વિવેચન [૪/ભાષ્ય-૮ + વિવેચન]
જેના વડે નારકાદિ આયુ વડે રહે છે તે નારકાદિ ભવસ્થિત જીવ તથા મનુષ્યાદિ આયુ વડે નારકાદિ ભવથી સંક્રમણ કરે છે. અર્થાત્ મનુષ્યાદિ બીજા ભવમાં જાય છે. તે ચાર પ્રકારના નારક, તિર્યંચ, દેવ, મનુષ્ય ભેદ વડે ભવ આયુ જાણો.
તદ્ભવ આયુ બે ભેદે છે – તિર્યંચ તદ્ભવ, મનુષ્ય તદ્ભવ. એટલે તે ભવમાં મરીને ફરી તે જ ભવમાં ઉત્પન્ન થાય છે પણ બીજા ભવમાં ન જાય. તદ્ભવ જીવિત એટલે ત્યાંથી મરીને પાછો ત્યાં જ ઉત્પન્ન થાય તે. અહીં ભાવજીવના અધિકારથી તદ્ભવ જીવિત વિશિષ્ટ જીવ લેવો. હવે પ્રરૂપણા કહે છે –