Dasaveyaliya 200
Dasaveyāliya: ṭīkānusārī vivecana 200
- Language
- Gujarati
200
‘દશવૈકાલિક’ ભાષ્ય–૯, ૧૦ + વિવેચન [૪/ભાષ્ય-૯, ૧૦ + વિવેચન]
બે પ્રકારના જીવો છે. ‘ચ’ શબ્દથી નવ ભેદે જીવો છે – પૃથ્વી આદિ પાંચ, બે ઈન્દ્રિયાદિ ચાર એમ નવ ભેદે જીવો છે. બે ભેદ તે – સૂક્ષ્મ અને બાદર. સૂક્ષ્મ નામ કર્મોદયથી સૂક્ષ્મ, બાદર નામ કર્મોદયથી બાદર. લોકનું ગ્રહણ અલોકમાં જીવ નથી તે બતાવવા માટે છે. સૂક્ષ્મ જીવો બધાં લોકમાં છે, બાદર બધે નથી. કોઈ સ્થાને બાદર અસંભવ છે. બાદર બે ભેદે છે – પર્યાપ્તક અને અપર્યાપ્તક. તે જ કહે છે – સૂક્ષ્મ જ પૃથ્વી આદિ છે. તે ચૌદ રાજલોકમાં પર્યાયને પામેલ જાણવા. સૂક્ષ્મ પર્યાયને પામેલા ભાવસૂક્ષ્મ હોય, ભૂત-ભાવિ દ્રવ્ય સૂક્ષ્મ હોય. બે ભેદો બાદર પૃથ્વી આદિના છે. સૂક્ષ્મના પણ તે જ બે ભેદ છે. પ્રરૂપણા કહી. હવે લક્ષણ કહે છે –