Pramāṇa · Search · About · API

Dasaveyaliya 201

Dasaveyāliya: ṭīkānusārī vivecana 201

Language
Gujarati

201

‘દશવૈકાલિક’ ભાષ્ય–૧૧ + વિવેચન [૪/ભાષ્ય-૧૧ + વિવેચન]
હાલ લક્ષણ દ્વારનું સ્વરૂપ કહે છે – ચિહ્ન, હેતુ, કારણ, લિંગ, લક્ષણ એ પ્રમાણે છે. ચિહ્ન - જેમ દેવકુળની ધજા. હેતુ - નિમિત્ત લક્ષણ, કુંભારની ચતુરાઈ તે ઘડાની સુંદરતા છે. કારણ - ઉપાદાન લક્ષણ, જેમકે – માટીનું કોમળપણું તે ઘરનું બળવાનપણું છે. લિંગ - કાર્યલક્ષણ - જેમ ધૂમમાં અગ્નિ. આ બધાં પર્યાયવાચી છે. લક્ષણ એટલે જેના વડે પરોક્ષ વસ્તુ લક્ષ્યમાં લેવાય. હવે આદાનાદિ લક્ષણ કહે છે.