Pramāṇa · Search · About · API

Dasaveyaliya 206

Dasaveyāliya: ṭīkānusārī vivecana 206

Language
Gujarati

206

‘દશવૈકાલિક’ ભાષ્ય–૧૬ + વિવેચન [૪/ભાષ્ય-૧૬ + વિવેચન]
ઉપયોગ સાકાર અને અનાકાર ભેદે છે, તેનાથી જીવનો અભાવ નથી. શા માટે? ઉપયોગ રૂપ આત્માના અસાધારણ લક્ષણનો ત્યાગ ન કરવાથી. અગ્નિનું દૃષ્ટાંત છે. જેમ તે પોતાનું ઉષ્ણતા લક્ષણ તજતો નથી. ઈત્યાદિ - X - ઉપયોગ દ્વાર કહ્યું, હવે કષાય દ્વાર કહે છે – સકષાયથી અર્થાત્‌ અચેતન વિલક્ષણ ક્રોધાદિ પરિણામ યુક્તત્વથી જીવનો અભાવ નથી. ક્રોધ, માન આદિ પર્યાયને આત્મા પામે છે. સુવર્ણનું દૃષ્ટાંત છે. કડાં, કંઠી આદિ પર્યાય પામવા છતાં તે સુવર્ણ જ છે, તેમ આત્મા પણ ક્રોધાદિ પર્યાય પામે છે - હવે લેશ્યા દ્વાર કહે છે –