Dasaveyaliya 211
Dasaveyāliya: ṭīkānusārī vivecana 211
- Language
- Gujarati
211
‘દશવૈકાલિક’ ભાષ્ય–૨૩ થી ૨૫ + વિવેચન [૪/ભાષ્ય-૨૩ થી ૨૫ + વિવેચન]
આ લોકમાં કોઈ એમ ચિંતવે કે હું શરીરમાં નથી, એમ ચિંતવનારો તે જ જીવ છે. મૃત શરીરાદિમાં સંશય કરનાર અન્ય પ્રાણાદિ નથી, કેમકે સંશયનું ચૈતન્યરૂપત્વ નથી. એ જ બતાવે છે – જીવનો આ સ્વભાવ - ધર્મ છે. ઈહા - સદર્થ પર્યાલોચનરૂપ છે. તે આ - જીવ છે કે નહીં? ‘આ ઠુંઠું છે કે પુરુષ’ એવી ઈહા જેને થાય છે, તે જીવનો ધર્મ છે. હવે તે બીજા પ્રકારે કહે છે – જીવનું ઉપયોગ લક્ષણ અસ્તિત્વ સિદ્ધ છે. કઈ રીતે? શબ્દથી. ‘જીવ’ એમ બોલવાથી અનુમાન કરાય છે. ઈત્યાદિ - X - X - આનું જ વિવરણ કરવા ભાષ્યકાર કહે છે –