Pramāṇa · Search · About · API

Dasaveyaliya 212

Dasaveyāliya: ṭīkānusārī vivecana 212

Language
Gujarati

212

‘દશવૈકાલિક’ ભાષ્ય–૨૬ થી ૨૮ + વિવેચન [૪/ભાષ્ય-૨૬ થી ૨૮ + વિવેચન]
નિર્વિકલ્પ જીવ છે. નિયમથી તે સિદ્ધ છે. વાચક શબ્દ જીવથી વાચ્ય પદાર્થ જીવની સિદ્ધિ છે - X - X - પર અભિપ્રાયની આશંકા કરીને તેને દૂર કરતાં કહે છે – ઉક્તવત્‌ શુદ્ધ પદત્વથી જો જીવની સિદ્ધિ થાય તો અમારી પણ શૂન્યની સિદ્ધિ થાય. જેમ શૂન્ય નિરર્થક છે, તેમ જીવપદ પણ નકામું છે. તેનો ઉત્તર આપે છે. જે તમે કહો છો તે સિદ્ધ થતું નથી. શા માટે? વિદ્યમાન પદાર્થ વડે જેથી શૂન્ય કહેવાય છે, તે શૂન્ય પદાર્થ છે. ઈત્યાદિ તર્કથી જીવપણું વાચ્ય છે. હવે બીજા પ્રકારે અસ્તિત્વ પક્ષને સમર્થન કરતાં કહે છે – મિથ્યા થાય. કયા? બધાં પરલોક સંબંધી દાનાદિ. કેવી રીતે? જો કર્મનો કર્તા અને ભોક્તા જીવ જ ન હોય તો. આ જ કથન શીખાઉ શિષ્ય માટે સ્પષ્ટતર કહે છે –