Dasaveyaliya 213
Dasaveyāliya: ṭīkānusārī vivecana 213
- Language
- Gujarati
213
‘દશવૈકાલિક’ ભાષ્ય–૨૯ થી ૩૧ + વિવેચન [૪/ભાષ્ય-૨૯ થી ૩૧ + વિવેચન]
કરૂણા, ઉપવાસ, હિંસાની વિરતિ આદિ રૂપ તથા બ્રહ્મચર્ય, યાગલક્ષણવાળી દીક્ષા, પ્રવ્રજ્યા સ્વીકાર રૂપ ઈન્દ્રિય નિરોધ એ બધું જ નિષ્ફળ છે. ક્યારે? જો તમે જીવને પરલોકમાં જનારો ન માનો. વળી શિષ્ટ આચરિત માર્ગ જ ઉત્તમ પુરુષોએ આદરવો. હવે તે માર્ગને કહે છે – લોકમાં થયા કે લોકમાં વિદિત તે લૌકિક, વૈદિકો, ત્રિપિટકાદિ સમય વૃત્તિવાળા, પંડિતો માને છે - જીવ નિત્ય છે, અનિત્ય નથી. એ રીતે જીવ શરીરથી જુદો છે - X - એ જ કહે છે - લોકમાં અચ્છેદ્ય, અભેદ્ય આત્મા કહેવાય છે. ગીતા, વેદ અને બોદ્ધોનું વચન પણ અહીં સાક્ષીરૂપે મૂકેલ છે. - X - X - કેટલાંક ત્રણ પ્રકારનો દિવ્ય આદિ સંસાર માને છે, કેટલાંક નારકાદિ સહિત ચાર ભેદે સંસાર માને છે. હવે બીજા પ્રકારે તેનું અસ્તિત્વ કહે છે –