Dasaveyaliya 214
Dasaveyāliya: ṭīkānusārī vivecana 214
- Language
- Gujarati
214
‘દશવૈકાલિક’ ભાષ્ય–૩૨ થી ૩૪ + વિવેચન [૪/ભાષ્ય-૩૨ થી ૩૪ + વિવેચન]
ઔદારિકાદિ શરીરનો વિઘાત - કર્તા કોઈ પણ છે. શા માટે? પ્રતિનિયત આકારાદિના સદ્ભાવથી. દૃષ્ટાંત કહે છે – જેમ ઘડાનો કર્તા કુંભાર છે, તેમ શરીરનો કોઈ કર્તા છે. - X - તે આત્મા મૂર્ત્ત કર્મના સંબંધથી કંઈક અંશે મૂર્ત્ત છે. અહીં શિષ્યની બુદ્ધિ ખીલવવા બીજી રીતે તેની ગ્રહણ વિધિ કહે છે - શીતાદિ સ્પર્શથી વાયુને માનીએ છીએ - X - તેમ જ્ઞાનાદિ વડે જીવને કાયામાં રહેલો માનવો જોઈએ. ઘણાં અનુમાનોથી આત્માનું અસ્તિત્વ સિદ્ધ કર્યું. કેટલાંક આત્માને દેખતા નથી, તેથી જીવને ન માનવો એવી શંકા કરે તો? તેથી કહે છે – ઈન્દ્રિયથી રહિત ગુણવાળો જીવ, અમૂર્ત્તત્વાદિ ધર્મક, છદ્મસ્થને દુર્લક્ષ છે. તેને સિદ્ધ કે સર્વજ્ઞ જ જુએ છે. ઋષભાદિ સિદ્ધો જ જુએ છે. જ્ઞાન સિદ્ધ એવા ભવસ્થ કેવળી જુએ છે. ૦ હવે આગમથી જીવનું અસ્તિત્વ કહે છે –