Dasaveyaliya 215
Dasaveyāliya: ṭīkānusārī vivecana 215
- Language
- Gujarati
215
‘દશવૈકાલિક’ ભાષ્ય–૩૫, ૩૬ + વિવેચન [૪/ભાષ્ય-૩૫, ૩૬ + વિવેચન]
આપ્તવચન તે શાસ્ત્ર છે. આપ્ત - રાગાદિ રહિત. આ વચન વડે અપૌરુષેયનો વિચ્છેદ કર્યો. આપ્ત વચનના શાસ્ત્રથી જાણ્યું કે ઈન્દ્રિય ગોચરથી અતિક્રાંત છે. જેમ લોકમાં જ્યોતિષના ગણિતથી ચંદ્રગ્રહણાદિ માનીએ છીએ, તેમ જીવને પણ માનવો. - X - કેમકે આપ્ત વચનનું પ્રામાણ્ય છે. અસ્તિત્વ દ્વાર કહ્યું.
હવે અન્યત્વાદિ દ્વાર કહે છે – (૧) અન્યત્વ - દેહથી આત્માનું જુદાપણું. (૨) અમૂર્તત્વ - સ્વરૂપ વડે આત્મા ન દેખાય તેવો છે. (૩) નિત્યત્વ - તે જ પરિણામવાળો. આ ત્રણે ગુણો એક-એક હેતુ વડે એક કાલે સાથે રહે છે. હવે પછી કહેવાતી નિર્યુક્તિની ત્રણ ગાથાઓના લક્ષણો વડે કહેવાશે –