Pramāṇa · Search · About · API

Dasaveyaliya 218

Dasaveyāliya: ṭīkānusārī vivecana 218

Language
Gujarati

218

‘દશવૈકાલિક’ ભાષ્ય–૩૯, ૪૦ + વિવેચન [૪/ભાષ્ય-૩૯, ૪૦ + વિવેચન]
ઈન્દ્રિયો ફક્ત દેખાવમાં જ લબ્ધિવાળી નથી. શા માટે? ઈન્દ્રિયો નાશ થાય ત્યારે વિષયનું સંસ્મરણ રહે છે. જેમ કોઈ અંદર થયેલાને પૂર્વે દેખેલા વિષયો યાદ આવે છે. ઈત્યાદિ - X - ઈન્દ્રિયો દેખનારી નથી. પણ દેખનાર આત્માને સહાયક છે. આ રીતે એક પ્રકારે અન્યત્વ દ્વાર કહ્યું. હવે અમૂર્ત્ત દ્વારનો અવસર છે. જીવ અમૂર્ત છે. દ્રવ્યેન્દ્રિય વડે તે ગ્રહણ કરાતો નથી. વળી તે અચ્છેદ્ય, અભેદ્ય, અરૂપત્વ છે અને સ્વભાવથી આત્મા અનાદિ અમૂર્ત્ત પરિણામપણે છે.