Dasaveyaliya 220
Dasaveyāliya: ṭīkānusārī vivecana 220
- Language
- Gujarati
220
‘દશવૈકાલિક’ ભાષ્ય–૪૩, ૪૪ + વિવેચન [૪/ભાષ્ય-૪૩, ૪૪ + વિવેચન]
સંસાર એટલે સંસરણ થવું. તે જ નારક છે, તે જ તિર્યંચ છે. જીવ નિત્ય છે. હું કરું છું, મેં કર્યું, હું કરીશ એ ત્રિકાળ વિષય સંબંધી જે આલોચના છે, તેથી આત્મા નિત્ય છે. પ્રત્યભિક્ષા ભાવથી બધાંને જાણીતું છે. તે અભેદગ્રાહી નિત્ય છે. આ ત્રિલોકદર્શી તીર્થંકરનો મત છે. આ જ પરમાર્થ નથી. તે જ બતાવે છે – જેમ લોકમાં કહે છે કે – જેને શસ્ત્રો છેદી શકતા નથી, તે જીવ અક્ષય છે ઈત્યાદિ વેદ-શ્રુતિના વચન પ્રમાણ છે. તેથી જીવ નિત્ય થયો. તે અપ્રચ્યુત અનુત્પન્ન સ્થિર એક સ્વભાવવાળો છે. પરંતુ જૈન મતાનુસાર આ વચન ન્યાય વિરુદ્ધ છે. કેમકે તે માનતા સંસાર ભ્રમણના વ્યવહારને વિચ્છેદ થઈ જશે. તેથી આગળ કહેશે કે – જીવ સ્યાત્ નિત્ય ઈત્યાદિ રૂપ છે. અર્થાત્ દ્રવ્યે અપેક્ષાથી નિત્ય, પર્યાય અપેક્ષાથી અનિત્ય છે. - X - X - આ પ્રમાણે અન્યત્વ આદિ ત્રણ ગાથાનું વ્યાખ્યાન કરીને અધિકૃત ગાથાની વ્યાખ્યા કહે છે –