Dasaveyaliya 221
Dasaveyāliya: ṭīkānusārī vivecana 221
- Language
- Gujarati
221
‘દશવૈકાલિક’ ભાષ્ય–૪૫, ૪૬ + વિવેચન [૪/ભાષ્ય-૪૫, ૪૬ + વિવેચન]
કારણનો અવિભાગ એટલે જેમ કપડું બનાવવામાં તંતુ કારણ છે, તેમ જીવને ઉત્પન્ન કરનારું કારણ નથી. તથા કારણના અભાવે કારણના અવિનાશથી જીવનું નિત્યત્વ જાણવું. - X - X - આકાશ પટના અનુમાનથી, અહીં અનુમાન શબ્દ દૃષ્ટાંત વચન છે. (વિશેષ તર્ક-વાદનો અનુવાદ અમે છોડી દીધેલ છે.) હવે બંધના પ્રત્યયના અભાવથી, એનું વ્યાખ્યાન કરવા કહે છે – હેતુ પ્રભાવ એટલે હેતુથી ઉત્પન્ન થનાર બંધ છે. પણ તે બંધ જ્ઞાનાવરણાદિ પુદ્ગલ યોગલક્ષણવાળો છે. તે બંધ ઉત્પત્તિ પછી તુરંત નાશ થાય, તો તેમાં ન ઘટે અને તેના યોગથી વિરહત, એટલે બંધના હેતુઓ જે મિથ્યાદર્શન, અવિરતિ, અપ્રમાદ, કષાય, યોગ એ પાંચ છે. તેના વડે જે સંબંધ છે, તેનાથી અભાવ થાય, તો જ તે ન ઘટે. ઈત્યાદિ - X - X - X - X - એ જ પ્રમાણે નિત્યત્વ અમૂર્ત્તત્વ દેહ અન્યત્વ યોજના પૂર્વવત્ જાણવી. ગાથામાં બંધના પ્રત્યયનો અભાવ કહ્યો. હવે વિરુદ્ધ અર્થના પ્રાદુર્ભાવ અને અર્થવિનાશને કહે છે –