Pramāṇa · Search · About · API

Dasaveyaliya 223

Dasaveyāliya: ṭīkānusārī vivecana 223

Language
Gujarati

223

‘દશવૈકાલિક’ નિર્યુક્તિ–૨૨૭ + વિવેચન [૪/૨૨૭ + વિવેચન]
નિરામય એટલે રોગરહિતને રોગોત્પત્તિમાં આ પ્રમાણે બોલનારા જાણીએ છીએ કે – ‘પહેલાં હું નિરોગી હતો, હાલ હું રોગી છું.’ અથવા પહેલાં કોઈ રોગી હોય તે નિરોગી થતાં બોલે – ‘પહેલાં હું રોગી હતો, હવે નિરોગી છું.’ આવાં વાક્ય ક્ષણ વિનાશી નિરન્વય લક્ષણ આત્મામાં ઉત્પન્ન ન થાય. - X - આ પ્રમાણે આત્મા અવસ્થિત છે. અનેક અવસ્થા અનુભવે છે. આ નિત્યત્વ હોવાથી અમૂર્ત્ત છે. તેથી દેહથી અન્ય છે. આ પ્રમાણે બધે યોજના કરવી. એ રીતે બાળક કે વૃદ્ધ પાછલાં અનુભવ યાદ કરે છે, તેથી સમજવું કે – ‘અનુભવ કોઈ બીજો કરે અને યાદ કોઈ બીજો કરે, તેવું ન બને. જો તેમ માનો તો જગત્‌નો વ્યવહાર ઊલટો થઈ જાય. - X - X (અહીં જે વાદ છે તેને અમારા કાર્યક્ષેત્રમાં પહેલાંથી જ સ્વીકારેલ નથી, માટે તેનો અનુવાદ કરેલ નથી. તેથી સારાંશ જ હવે કહીએ છીએ –) નિત્ય આત્મા ગુણીપણે વિદ્યમાન અને અતીન્દ્રિયપણે હોવાથી આકાશ માફક છે. આત્મા નિત્ય છે, તેને જાતિસ્મરણ જ્ઞાનનો અનુભવ થાય છે. તેથી જ પૂર્વભવની વાત યાદ આવે છે. આ જ ગાથાને ભાષ્યકાર સંક્ષેપથી કહે છે –