Pramāṇa · Search · About · API

Dasaveyaliya 224

Dasaveyāliya: ṭīkānusārī vivecana 224

Language
Gujarati

224

‘દશવૈકાલિક’ ભાષ્ય–૪૮, ૪૯ + વિવેચન [૪/ભાષ્ય-૪૮, ૪૯ + વિવેચન]
રોગની આમય સંજ્ઞા છે. જેમ બાળપણમાં કંઈક કરેલ હોય તે યુવાનીમાં સાંભરે છે, તે રીતે પૂર્વભવે કરેલ કર્મ બીજા ભવમાં ઉપસ્થાન થાય છે. આ બધાંની વ્યાખ્યા પૂર્વે વિસ્તારથી કરેલ છે.
આત્મા નિત્ય છે, એ ક્રિયા સર્વત્ર જોડવી. શ્રોત્ર આદિ વડે સમજતો નથી એમ જાણવું. તથા જાતિસ્મરણ જ્ઞાનથી પૂર્વજન્મમાં પણ હતો. પાઠાંતરમાં ‘જાતિસ્મરણ જ્ઞાનથી ક્ષણિક નથી.’ કહ્યું તે પણ અદુષ્ટ છે. કેમકે વિધિ તથા નિષેધથી સાધ્ય અર્થનું અભિધાન છે. - X - અમય - આ આત્મા છે. પણ માટીના ઘટની જેમ નહીં. આ પણ નિત્યત્વની પ્રસાધક છે. હવે નિર્યુક્તિની ત્રીજી ગાથા કહે છે –