Dasaveyaliya 225
Dasaveyāliya: ṭīkānusārī vivecana 225
- Language
- Gujarati
225
‘દશવૈકાલિક’ નિર્યુક્તિ–૨૨૮ + વિવેચન [૪/૨૨૮ + વિવેચન]
સર્વજ્ઞના ઉપદેશથી જીવ નિત્ય છે, સર્વજ્ઞ વચન અવિતથ છે. કેમકે તેઓ રાગાદિરહિત છે. જીવ પોતાના કર્મોના ફળ ભોગવે છે. પણ અહીં આ જન્મ કે પૂર્વજન્મની અપેક્ષાથી ગ્રહણ કરવું. એ રીતે આત્મા અમૂર્ત્ત છે. જેમ અમૂર્ત્તને ઈન્દ્રિયો ગ્રહણ ન કરે, તેમ મૂર્ત્ત અણુને પણ શ્રોત્ર આદિ ગ્રહણ ન કરે. આ ત્રણે દ્વારનો ઉપસંહાર કરતા કહે છે – જીવનું નિત્યત્વ, અમૂર્ત્તત્વ, અન્યત્વ એ ત્રણે દ્વાર સિદ્ધ થયા. હવે કર્તા દ્વારને કહે છે –