Pramāṇa · Search · About · API

Dasaveyaliya 226

Dasaveyāliya: ṭīkānusārī vivecana 226

Language
Gujarati

226

‘દશવૈકાલિક’ ભાષ્ય–૫૦, ૫૧ + વિવેચન [૪/ભાષ્ય-૫૦, ૫૧ + વિવેચન]
સ્વકર્મ ફળના ભોગવનારા જીવો છે, તેથી તેઓ કર્તા છે. તે વણિક અને ખેડૂત માફક જાણવું. વિના મહેનતે કરેલ ન ભોગવી શકે. - X - એ રીતે ‘અકર્તા મત’નું ખંડન કર્યું. હવે દેહવ્યાપી દ્વારનો અવસર છે – શરીર માત્રને વ્યાપીને રહેવાનો સ્વભાવ હોવાથી તે જીવ કહેવાય છે. - X - દેહ આત્માનું ચિહ્ન છે. શરીરમાં જ સુખ-દુઃખનો અનુભવ થાય છે. જેમ અગ્નિ ત્યાં ઉષ્ણતા છે. અગ્નિનું ચિહ્ન ઉષ્ણતા છે. તેમ શરીર જેટલાં નિયત ભાગમાં રહેનારો આત્મા છે. મૂળ દ્વારની પહેલી ગાથા કહી, હવે બીજી ગાથા કહે છે –