Dasaveyaliya 227
Dasaveyāliya: ṭīkānusārī vivecana 227
- Language
- Gujarati
227
‘દશવૈકાલિક’ ભાષ્ય–૫૨, ૫૩ + વિવેચન [૪/ભાષ્ય-૫૨, ૫૩ + વિવેચન]
હવે ગુણી દ્વાર કહે છે. ગુણો વડે ગુણી છે, ગુણ વિના ગુણી ન હોય. આના વડે ગુણ અને ગુણીના ભેદ કહ્યા. તે ભોગ, યોગ, ઉપયોગ આદિ ગુણો છે. - X - X - હવે ઉર્ધ્વગતિ દ્વારને કહે છે – અગુરુ લઘુત્વના કારણથી અને સ્વભાવથી કર્મ વિમુક્ત થઈ ઉર્ધ્વ ગતિવાળો જીવ છે, તેમ જાણવું. તો નીચે કેમ જાય છે? જેમ તુંબડું માટીના લેપથી ભારે થઈ નીચે જાય, તેમ જીવ કર્મલેપથી નીચે જાય છે. લેપ દૂર થતાં ઊંચે જાય છે. એરંડ ફળ અને અગ્નિજ્વાલાનું અહીં દૃષ્ટાંત છે. - X - X - હવે નિર્મયદ્વાર કહે છે –