Pramāṇa · Search · About · API

Dasaveyaliya 230

Dasaveyāliya: ṭīkānusārī vivecana 230

Language
Gujarati

230

‘દશવૈકાલિક’ નિર્યુક્તિ–૨૨૯ + વિવેચન [૪/૨૨૯ + વિવેચન]
નામ, સ્થાપના સુગમ છે. શરીર કાય તે જ શરીર છે. તેના પ્રાયોગ્ય અણુના સમુદાયરૂપ છે. ગતિકાય - જે બીજા ભવની ગતિમાં જાય છે, તે તૈજસ અને કાર્મણ લક્ષણ છે. નિકાયકાય તે છ જીવનિકાય. અસ્તિકાય - ધર્માસ્તિકાયાદિ. દ્રવ્યકાય - ત્રણ આદિ ઘટનો સમુદાય. માતૃકા-કાય - ત્રણ વગેરે માતૃકા અક્ષર. પર્યાયકાય - જીવ અને અજીવ ભેદથી છે. જીવ પર્યાયકાય - જ્ઞાનાદિ સમુદાય, અજીવ પર્યાયકાય - રૂપ આદિ સમુદાય. સંગ્રહકાય - સંગ્રહના એક શબ્દ વાચ્ય ત્રિકટુકાદિ સમાન. ભારકાય - કાપોતી. - X - તેનું દૃષ્ટાંત – એક કાપોતી તળાવમાંથી પાણી ભરે છે. બે ઘડા લઈને નીકળ્યો, ઠોકર ખાતાં એક ઘડો ભાંગ્યો. તેમાંનો અપ્‌કાય મરી ગયો. બીજા ઘડામાં જીવે છે, તેના અભાવમાં તે પણ ભાંગ્યો. તેથી લોકમાં કહેવાયું કે પહેલાં મરેલાએ બીજાને માર્યો. ભાવકાયમાં ઔદયિકાદિ સમુદાય છે. અહીં નિકાય તે કાયના અર્થમાં છે.