Dasaveyaliya 232
Dasaveyāliya: ṭīkānusārī vivecana 232
- Language
- Gujarati
232
‘દશવૈકાલિક’ સૂત્ર–૩૨/૨ [૪/૩૨/૨]
તે છ જીવનિકાય અધ્યયન કેવું છે? જે કાશ્યપ ગોત્રીય શ્રમણ ભગવંત મહાવીર દ્વારા પ્રવેદિત, સુઆખ્યાત, સુપ્રજ્ઞપ્ત છે. જે ધર્મ પ્રજ્ઞપ્તિનું અધ્યયન મારે શ્રેયસ્કર છે? તે આ છે – પૃથ્વીકાયિક, અપ્કાયિક, તેઉકાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક, ત્રસકાયિક. શસ્ત્ર પરિણત સિવાય પૃથ્વી સચિત્ત છે, તે અનેક જીવો અને પૃથક્ સત્યો વાળી છે. આ પ્રમાણે શસ્ત્ર પરિણતને છોડીને અપ્કાય, અગ્નિકાય, વાયુકાય અને વનસ્પતિકાય સજીવ કહેલી છે. તે અનેક જીવો અને પૃથક્ સત્યોવાળી છે. વનસ્પતિકાયના પ્રકાર આ છે – અગ્રબીજ, મૂલબીજ, પર્વબીજ, સ્કંધબીજ, બીજરુહ, સંમૂર્ચ્છિમ, તૃણ અને લતા. શસ્ત્ર પરિણત સિવાય આ વનસ્પતિકાયિક જીવ બીજ પર્યન્ત સચેતન કહેવાયેલ છે. તે અનેક જીવ છે અને પૃથક્ સત્વોવાળા છે.
જે આ અનેક પ્રકારના ત્રસ પ્રાણી છે, તે આ પ્રમાણે છે – અંડજ, પોતજ, જરાપુજ, રસજ, સંસ્વેદજ, સંમૂર્ચ્છિમજ, ઉદ્ભિજ્જ અને ઔપપાતિક. જે કોઈ પ્રાણીમાં અભિક્રમણ, પ્રતિક્રમણ, સંકુચિત, પ્રસારિત, શબ્દ કરવો, ભ્રમણ કરવું, ત્રસ્ત થવું, ભાગવું આદિ ક્રિયાઓ થાય તથા જે આગતિ અને ગતિના વિજ્ઞાતા હોય જે કીટ, પતંગ, કુંથુ, કીડી છે, તે બધાં બે ઈન્દ્રિયો, બધાં તેઈન્દ્રિયો, બધાં ચઉરિન્દ્રિયો, બધાં પંચેન્દ્રિયો, બધાં તિર્યંચયોનિક. બધાં નારક, બધાં મનુષ્યો, બધાં દેવો અને બધાં પ્રાણી પરમસુખ સ્વભાવવાળા છે. આ છઠ્ઠો જીવનિકાય ત્રસકાય કહેવાય છે.