Dasaveyaliya 234
Dasaveyāliya: ṭīkānusārī vivecana 234
- Language
- Gujarati
234
‘દશવૈકાલિક’ નિર્યુક્તિ–૨૩૧ + વિવેચન [૪/૨૩૧ + વિવેચન]
દ્રવ્ય એ દ્વાર પરામર્શ છે. તેમાં દ્રવ્યશસ્ત્ર તે ખડ્ગ આદિ છે. અગ્નિ, વિષ, સ્નેહ, ખરાશ પ્રસિદ્ધ છે. અહીં ક્ષાર તે કરીરાદિથી ઉત્પન્ન છે. લવણ - પ્રસિદ્ધ છે. આદિ શબ્દથી કરીષ - છાણ આદિ લેવા. દ્રવ્ય શસ્ત્ર કહ્યું. હવે ભાવશસ્ત્ર કહે છે – ભાવથી દુષ્પ્રયુક્ત વચન-કાયા અને અવિરતિ તે ભાવશસ્ત્ર છે. તેમાં દુષ્પ્રયુક્ત શબ્દથી દ્રોહ, અભિમાન, ઈર્ષ્યા આદિ લક્ષણ મનોદુષ્પ્રયોગ લેવો. વાગ્દુષ્પ્રયોગ તે હિંસ્ર - પરુષાદિ વચન, કાય દુષ્પ્રયોગ તે દોડવું, કૂદવું. અવિરતિ તે પ્રાણાતિપાતાદિ પાપસ્થાનક પ્રવૃત્તિ. આ બધાં કર્મબંધ નિમિત્તપણે હોવાથી ભાવશાસ્ત્ર છે. અહીં ભાવશસ્ત્ર નહીં પણ દ્રવ્યશસ્ત્રથી અધિકાર છે, તે આ છે –