Dasaveyaliya 235
Dasaveyāliya: ṭīkānusārī vivecana 235
- Language
- Gujarati
235
‘દશવૈકાલિક’ નિર્યુક્તિ–૨૩૨ + વિવેચન [૪/૨૩૨ + વિવેચન]
કંઈક સ્વકાય શસ્ત્ર છે. જેમકે કાળી માટીનું શસ્ત્ર લીલી માટી છે. એ પ્રમાણે ગંધ, રસ, સ્પર્શ ભેદમાં પણ શસ્ત્ર યોજના કરવી. તથા કંઈક પરકાય શસ્ત્ર છે. જેમકે – પૃથ્વી તે પાણી, અગ્નિ આદિ કે અગ્નિ, પાણી આદિ પૃથ્વીના શસ્ત્ર છે. કેટલાંક ઉભય શસ્ત્ર હોય છે. જેમકે – કાળી માટી જળના સ્પર્શ, ગંધાદિથી ધોળી માટીનું શસ્ત્ર થાય છે. કાળી માટીનું મેલું પાણી તે કાળી માટી તથા ધોળી માટીનું શસ્ત્ર થાય છે. આ દ્રવ્ય શસ્ત્ર કહ્યું. ‘તુ’ શબ્દથી અનેક પ્રકારના દ્રવ્યશસ્ત્ર જાણવા. ભાવદ્વારમાં અસંયમ તે ચારિત્રનું શસ્ત્ર છે.
એ પ્રમાણે પરિણત પૃથ્વીમાં ઉચ્ચારાદિ કરવાથી જીવહિંસા થતી નથી. તેથી અહિંસાપણાનો સાધુ ધર્મ થાય છે. આ આગમ પ્રમાણ છે. અનુમાન પણ અહીં વિદ્યમાન છે. જેમકે જીવસહિત પરવાળા આદિ પૃથ્વીના બનેલા છે. આ પ્રમાણે - X - પૃથ્વીકાયનું જીવત્વ પ્રસિદ્ધ થયું. - X - આગમ જ આપ્તવચન છે. હેતુના અભાવે વીતરાગ અસત્ય વચન ન બોલે. એ પ્રમાણે અપ્, તેઉ, વાયુ અને વનસ્પતિને સચિત્ત જાણવા. પાણી સજીવ છે. જમીનમાં ખોદવાના સ્વભાવથી દેડકાં માફક કૂદીને ઊંચે આવે છે. સજીવ અગ્નિ આહાર વડે બાળક માફક વૃદ્ધિ પામે છે. ઈત્યાદિ.
હવે વનસ્પતિજીવ વિશેષ કહે છે –તે આ પ્રમાણે – અગ્રબીજ જેમાં છે, તેવા કોરંટાદિ જાણવા. મૂલ તે જ બીજ જેમાં છે તેવા ઉત્પલ કંદાદિ, પર્વ તે બીજ જેમાં છે તે - શેરડી વગેરે. સ્કંધ, બીજ જેમાં છે તે - શલ્લકા આદિ, બીજ વાવતા ઊગે તે બીજરૂહ સંમૂર્ચ્છિમ - પ્રસિદ્ધ બીજ અભાવથી પૃથ્વી-વર્ષાદિથી ઉદ્ભવેલ તૃણાદિ. - X - તૃણલતાનું ગ્રહણ પોતાની જાતિના અનેક ભેદ બતાવે છે. વનસ્પતિકાયિકનું ગ્રહણ સૂક્ષ્મ અને બાદરાદિ ભેદના સંગ્રહ માટે છે. આના વડે પૃથ્વી-પાણી-તેઉ આદિના પણ પોતાની જાતિના અનેક ભેદ સમજી લેવા. બીજવાળા સચિત્ત કહ્યા. (શંકા) બીજજીવ, મૂલ આદિ જીવ છે કે બીજા તેમાં આવીને ઉત્પન્ન થાય છે? તે કહે છે