Pramāṇa · Search · About · API

Dasaveyaliya 236

Dasaveyāliya: ṭīkānusārī vivecana 236

Language
Gujarati

236

‘દશવૈકાલિક’ નિર્યુક્તિ–૨૩૩ + વિવેચન [૪/૨૩૩ + વિવેચન]
બીજ તે યોનિ થયેલ છે. બીજ બે પ્રકારે – (૧) યોનિભૂત, (૨) અયોનિભૂત અથવા અવિધ્વસ્ત યોનિ અને વિધ્વસ્ત યોનિ. અનુક્રમે તે ઉગવા માટે સમર્થ કે અસમર્થ છે. તેમાં યોનિભૂત તે સચિત્ત અને અચિત્ત છે. અયોનિભૂત તે નિયમા અચેતન છે, કેમકે અબીજત્વ થી તેમાં ઉત્પત્તિ અસંભવ છે. યોનિ અવસ્થા બીજ - યોનિના પરિણામને તજતાં નથી. કેમકે તેમાં જીવ આવીને ઊગે છે. તે જ પૂર્વનો બીજ જીવ છે. બીજ નામ ગોત્રકર્મ વેદીને મૂલ આદિ નામગોત્ર બાંધીને કે બીજો પૃથ્વીકાયિક આદિ જીવ એ જ પ્રમાણે છે. મૂળમાં જે જીવ છે, તે જ મૂળપણે પરિણમે છે. તે પણ પહેલાં પાંદડાપણે પરિણમે છે. તેથી એકજીવ મૂળ પ્રથમ પત્રકર્તા છે.
(શંકા) સર્વ કિશલય ઉગતા અનંતકાય છે, તે વિરુદ્ધ કેમ ન થાય? અહીં બીજ જીવ પોતે કે અન્ય જીવબીજના મૂળપણે ઉત્પન્ન થઈને ઉચ્છૂન અવસ્થા કરે છે, પછી કિસલય અવસ્થા કરે છે, તે સમયે નિયમથી અનંતજીવો ઉત્પન્ન કરે છે. ફરીથી સ્થિતિ ક્ષય થવાથી બધાં જીવો પરિણત થયા પછી આ એકલો મૂળ જીવ અનંત જીવોના શરીરને પોતાના શરીરપણે કરીને એટલો મોટો થાય છે કે જે પ્રથમ પત્ર ગણાય. બીજા કહે છે કે આ બીજની સમૂચ્છનાવસ્થા નિયમ-પ્રદર્શન માટે છે, અવશ્ય તેવું જ છે તેમ નહીં. ઈત્યાદિ - X - X - આ જ વાતને ભાષ્યકાર કહે છે.