Pramāṇa · Search · About · API

Dasaveyaliya 238

Dasaveyāliya: ṭīkānusārī vivecana 238

Language
Gujarati

238

‘દશવૈકાલિક’ ભાષ્ય–૬૦ + વિવેચન [૪/ભાષ્ય-૬૦ + વિવેચન]
સૂત્રમાં સ્પર્શ કરનાર જે કહેલ લક્ષણ પૃથ્વીકાયાદિમાં છે, તે યથાક્રમે અનુયોગધર આચાર્ય બોલે જ. કેવળ સૂત્રસ્પર્શ લક્ષણ ન કહે. પરંતુ અધ્યયન અર્થોને પૂર્વોક્ત પાંચ જીવાજીવાભિગમાદિને પ્રકરણ પદ, વ્યંજન અને વિશુદ્ધ અર્થોને બોલે. તે સૂત્ર જ જીવોનું અભિગમ દરેક કાયમાં છે, તેના વડે પાંચ સંખ્યાનું ગ્રહણ કર્યું. અન્યથા નહીં. છ અર્થાધિકાર છે. જેમાં અર્થોને કરાય તે પ્રકરણ. વિભક્તિ અંતે હોય તે પદ. ક આદિ વ્યંજન છે. એ વ્યંજન વડે વિશુદ્ધ બોલે. હવે ત્રસનો અધિકાર કહે છે –
અનેક બેઈન્દ્રિયાદિ ભેદ વડે એકૈક જાતિમાં ઘણાં ત્રસ જીવો છે. ત્રાસ પામે તે ત્રસ. ઉચ્છ્‌વાસાદિ પ્રાણ, તે જેમાં વિદ્યમાન છે, તે પ્રાણી. આ નિશ્ચે છઠ્ઠો જીવનિકાય છે. તે ત્રસકાય કહેવાય છે. તેમાં ઈંડાથી જન્મે તે અંડજ - પક્ષી, ગરોળી વગેરે. પોતથી જન્મે તે પોતજ. જેમકે - હાથી, વલ્ગુલી, ઈત્યાદિ. જરાયુથી વીંટાઈને જન્મે તે જરાયુજ-ગાય, ભેંસ, મનુષ્યાદિ. રસથી જન્મે તે રસજ - છાશ, ઓસામણ, દહીં આદિમાં કૃમિ આકારવાળા અતિ સૂક્ષ્મ જીવો થાય છે. પરસેવાથી જન્મે તે સંસ્વેદજ - માંકડ, જૂ આદિ. સંમૂર્ચ્છનથી જન્મેલ તે સંમૂર્ચ્છનજા - શલભ, કીડી આદિ. ઉદ્ભેદથી જન્મે તે ઉદ્ભિજ્જા - પતંગ, ખંજરીટ આદિ. ઉપપાતથી જન્મે તે ઉપપાતજા અથવા ઔપપાતિક - દેવો અને નારકો. તેમનું જ લક્ષણ કહે છે – જે કોઈને સામાન્યથી જ જીવોનું અભિક્રાંત થાય છે અર્થાત્‌ બોલનારની સામે આવવું. પ્રતિક્રમણ - પ્રજ્ઞાપકથી પાછું ફરવું. સંકુચન - ગાત્ર સંકોચકરણ. પ્રસારણ - ગાત્રોને પહોળાં કરવા. રવણ - શબ્દકરણ, ભ્રમણ - આમતેમ ફરવું, ત્રસન - ત્રાસ પામવો, પલાયન - ક્યાંક નાસી જવું. આગત - ક્યાંકથી કોઈ વખતે આવવું. એ બધાંને જાણનાર.
અભિક્રાંત અને પ્રતિક્રાંત બંનેનો આગતિ અને ગતિથી ભેદ નથી. છતાં વિજ્ઞાન વિશેષ બતાવવા જૂદા કહ્યા. અમે જેમ આવીએ છીએ અને પાછા જઈએ છીએ તે જ ત્રસ જીવ છે. બેઈન્દ્રિયોને પણ - X - હેતુ સંજ્ઞાથી આ સમજણ છે. તેઓ બુદ્ધિપૂર્વક છાયાથી તાપમાં કે તાપથી છાયામાં જાય છે. જ્યારે વેલડીનું વૃક્ષે ચડવું તે માત્ર ઓઘ સંજ્ઞા છે. હવે ત્રસના ભેદો કહે છે –
કીડાના ગ્રહણથી બેઈન્દ્રિયો લેવા. - X - ‘પતંગ’ શબ્દથી બધાં ચઉરિન્દ્રિયો લેવા. કીડા આદિથી તેઈન્દ્રિયો લેવા. - X - X - બધાં પંચેન્દ્રિયો સામાન્યથી તથા વિશેષથી છે. તેમાં તિર્યંચયોનિકો - ગાય આદિ છે. બધાં નારકો - રત્નપ્રભા નારકાદિ ભેદથી છે. મનુષ્યો - કર્મ ભૂમિજાદિ છે. દેવો - ભવનવાસી આદિ છે. અહીં સર્વ શબ્દ બધાં ભેદોનું ત્રસત્વ જણાવે છે. આ જ બધાં જીવો ત્રસકાય છે, પણ એકેન્દ્રિય માફક ત્રસ અને સ્થાવર નથી. આ બધાં બેઈન્દ્રિયાદિ અને પૃથ્વી આદિ સુખના અભિલાષી છે. માટે તેમને દુઃખ ન આપવું. આ છ એ જીવનિકાયનો સ્વયં દંડ - હિંસા ન કરે. આ છઠ્ઠો - તે ત્રસકાય. બધાં તીર્થંકરાદિએ પ્રકર્ષથી કહેલ છે. વિદ્યમાન કર્તૃક આ શરીર છે. કેમકે ઘડા માફક પહેલાથી પ્રતિનિયત આકારવાળું છે. - X - X - અહીં પૂર્વાચાર્યો આ પ્રમાણે કહે છે –
આ નિશ્ચે છઠ્ઠો જીવનિકાય ત્રસકાય કહેવાય છે. આ તે જીવાભિગમ કહ્યો. હવે અજીવાભિગમ કહે છે – અજીવ બે ભેદે છે - પુદ્ગલ અને નોપુદ્ગલ. પુદ્ગલો છ ભેદે છે – સૂક્ષ્મસૂક્ષ્મ, સૂક્ષ્મ, સૂક્ષ્મબાદર, બાદરસૂક્ષ્મ, બાદર, બાદર બાદર. સૂક્ષ્મસૂક્ષ્મ તે પરમાણુ પુદ્ગલ લેવા. સૂક્ષ્મ - બે પ્રદેશથી સૂક્ષ્મ પરિણામ પામેલા સુધીના અનંત પ્રદેશી સ્કંધને જાણવા. સૂક્ષ્મ બાદર - ગંધ, પુદ્ગલ લેવા. બાદર સૂક્ષ્મમાં વાયુકાયના શરીર લેવા. બાદર-બાદરમાં અગ્નિ, વનસ્પતિ, પૃથ્વી, ત્રસ શરીર લેવા. અથવા પુદ્ગલો ચાર ભેદે છે – સ્કંધ, સ્કંધદેશ, સ્કંધ પ્રદેશ, પરમાણુ. આ પુદ્ગલાસ્તિકાય સમજવાનો કહ્યો. નોપુદ્ગલાસ્તિકાય ત્રણ ભેદે છે. તે આ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય. તે અનુક્રમે ગતિ, સ્થિતિ, અવગાહ લક્ષણવાળા છે. આના સંગ્રહ માટે ચાર ગાથા કહેવાઈ છે.