Dasaveyaliya 241
Dasaveyāliya: ṭīkānusārī vivecana 241
- Language
- Gujarati
241
‘દશવૈકાલિક’ સૂત્ર–૩૪ [૪/૩૪]
ભગવન્! પહેલાં મહાવ્રતમાં પ્રાણાતિપાતથી વિરમણ. ભગવન્! હું સર્વ પ્રકારના પ્રાણાતિપાતનું પ્રત્યાખ્યાન કરું છું. તે સૂક્ષ્મ કે બાદર, ત્રસ કે સ્થાવર (જે કોઈ પ્રાણી છે તેના) પ્રાણોનો અતિપાત - હિંસા સ્વયં ન કરું, બીજા પાસે પ્રાણોનો અતિપાત ન કરાવું, પ્રાણનો અતિપાત કરનારને અનુમોદું નહીં. જાવજ્જીવને માટે ત્રિવિધ-ત્રિવિધે (અર્થાત્) મન - વચન - કાયાથી હું (પ્રાણાતિપાત) કરું નહીં, કરાવું નહીં, કરનારને અનુમોદું નહીં. ભગવન્! હું તે (પ્રાણાતિપાત) ને પ્રતિક્રમું છું, નિંદું છું, ગર્હુ છું અને (પાપકર્મ કર્તા) આત્માનો ત્યાગ કરું છું. ભગવન્! હું પહેલાં મહાવ્રત (પાલન) માટે ઉપસ્થિત થયો છું. સર્વથા પ્રાણાતિપાતથી વિરમું છું.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit