Dasaveyaliya 242
Dasaveyāliya: ṭīkānusārī vivecana 242
- Language
- Gujarati
242
વિવેચન–૩૪
આ આત્માના સ્વીકારને યોગ્ય દંડનિક્ષેપ છે. તે સામાન્ય અને વિશેષરૂપ છે. સામાન્ય તે ઉક્ત લક્ષણ અને વિશેષ તે પાંચ મહાવ્રતરૂપે અંગીકાર કરવો જોઈએ. તેથી મહાવ્રતો કહે છે – સૂત્રક્રમના પ્રામાણ્યથી પહેલાં પ્રાણાતિપાત વિરમણ લીધું. મહાવ્રત - શ્રાવકનો અણુવ્રતની અપેક્ષાથી મહાન્, એવું તે વ્રત. આ વ્રતના ૧૪૭ ભંગો છે. તે આગળ કહીશું. પ્રાણ - બે ઈન્દ્રિયાદિ, પ્રાણાતિપાત - જીવને મહા દુઃખ ઉપજાવવું તે. પણ જીવ અતિપાત નથી જ. તે પ્રાણાતિપાતથી વિરમણ. વિરમણ - સમ્યગ્ જ્ઞાન શ્રદ્ધાપૂર્વક સર્વથા નિવર્તવું તે. ભગવંતોક્ત હોવાથી આ ઉપાદેય છે, એમ નિશ્ચય કરીને - હું સર્વ પ્રાણાતિપાતનું પ્રત્યાખ્યાન કરું છું. સર્વ - સંપૂર્ણ, સ્થૂળ નહીં. પ્રત્યાખ્યાનિ - તેમાં પ્રતિ - નિષેધ, આ - આભિમુખ્ય ખ્યા - કહેવું. ‘હું પાપ ન કરવા રૂપ પ્રત્યાખ્યાન કરું છું.’ અથવા સંવૃતાત્મા હાલ અનાગતનો નિષેધ અને આદરથી અભિધાન કરું છું. આના વડે વ્રતાર્થ - પરિજ્ઞાનાદિ ગુણયુક્ત ઉપસ્થાનને યોગ્ય છું. તે કહે છે - શસ્ત્ર પરિજ્ઞા કે દશવૈકાલિકનું છ જીવનિકાય ભણીને, અર્થથી કહેવાયા પછી, શિષ્ય સમજ્યો છે તેની સમ્યક્ પરીક્ષા કરીને, શિષ્ય છ જીવનિકાયને (દુઃખ દેવાનું) મન-વચન-કાયા વડે, કૃત - કારિત - અનુમોદથી પરિહરે, પછી ઉપસ્થાપના કરે. તે સિવાય નહીં.
અહીં પટ આદિના દૃષ્ટાંતો છે. જેમ મેલું કપડું ન રંગાય પણ ધોયેલું રંગાય, જમીન શુદ્ધિ કર્યા પછી મહેલનો પાયો નાંખે ઈત્યાદિ - X - એ પ્રમાણે ભણેલ અને કહેલ અર્થને સમજનારા શિષ્યમાં વ્રતનું આરોપણ કરાય છે, તે સિવાય નહીં. પરીક્ષા કર્યા વિના વ્રતારોપણથી ગુરુને દોષલ લાગે. પરીક્ષ્યા પછી શિષ્ય બરાબર ન પાળે તો શિષ્યનો દોષ છે.
હું પ્રાણાતિપાતને પચ્ચક્ખું છું. તેને જ વિશેષથી કહે છે – સૂક્ષ્મ - ‘અલ્પ’ અર્થ લેવો, સૂક્ષ્મ નામ કર્મોદયથી સૂક્ષ્મ ન લેવું. તેની કાયાનું વ્યાપાદન અસંભવ છે. બાદર - સ્થૂળ, તે પ્રત્યેકના બે ભેદ - ત્રસ અને સ્થાવર. સૂક્ષ્મત્રસ - કુંથુ આદિ, સ્થાવર - વનસ્પતિ આદિ. બાદરત્રસ - ગાય આદિ, સ્થાવર - પૃથ્વી આદિ. એ બધાં જીવોનો હું સ્વયં અતિપાત કરું નહીં, બીજા વડે અતિપાત કરાવું નહીં, અન્ય અતિપાત કરનારને અનુમોદું નહીં. ક્યાં સુધી? જીવન પર્યન્ત. અહીં સૂક્ષ્મ કે બાદર આદિને આશ્રીને પ્રાણાતિપાત ચાર પ્રકારે જાણવો. તે આ પ્રમાણે – દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી. તેમાં દ્રવ્યથી છ જીવ-નિકાયોનો, ક્ષેત્રથી તીર્છાદિ લોકમાં, કાળથી અતીતાદિમાં કે રાત્રિમાં, ભાવથી રાગ કે દ્વેષ વડે - માંસાદિ માટે તે રાગથી, શત્રુને મારે તે દ્વેષથી. અહીં આ રીતે ચતુર્ભંગી જાણવી - કોઈ દ્રવ્યથી પ્રાણાતિપાત કરે પણ ભાવથી ન કરે. ઈત્યાદિ રૂપ પૂર્વવત્.
વ્રત સ્વીકાર્યા પછી નિગમન કહે છે – ભગવન્! હું પહેલાં મહાવ્રતને આપની સામે ભાવથી વ્રત પાળવા તૈયાર થયો છું. આજથી આરંભીને મારે સર્વથા પ્રાણાતિપાતથી વિરમણ છે. અહીં આદિ, મધ્ય, અંતે ‘ભદંત’ શબ્દ મૂકવાથી, ગુરૂને પૂછ્યા વિના કંઈ ન કરવું. કર્યું હોય તો તેમને કહી દેવું, તો શિષ્ય વ્રતનો આરાધક થાય.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit