Dasaveyaliya 244
Dasaveyāliya: ṭīkānusārī vivecana 244
- Language
- Gujarati
244
વિવેચન–૩૫
હવે બીજું મહાવ્રત કહે છે. બીજા મહાવ્રતમાં મૃષાવાદથી વિરમવાનું છે. ભગવન્! હું સર્વથા મૃષાવાદનો ત્યાગ કરું છું. તે આ પ્રમાણે – ક્રોધથી, માનથી, માયાથી, લોભથી. (તથા) ભયથી, પ્રેમથી, દ્વેષથી, કલહથી, અભ્યાખ્યાનથી, હાસ્યથી... હું સ્વયં અસત્ય બોલું નહીં, બીજા પાસે અસત્ય બોલાવું નહીં, અસત્ય બોલનાર બીજાને અનુમોદું નહીં. જીવન પર્યન્ત આદિ પૂર્વવત્.
વિશેષ આ પ્રમાણે – મૃષાવાદ ચાર ભેદે છે – (૧) સદ્ભાવ પ્રતિષેધ - આત્મા નથી, પુન્ય નથી, ઈત્યાદિ. (૨) અસદ્ભાવ ઉદ્ભાવન - આત્માને સર્વગત માને, ચોખા જેવડો માને. (૩) અર્થાન્તર - ગાયને ઘોડો કહે. (૪) ગર્હા - કાણાંને કાણો કહેવો વગેરે. વળી આ મૃષાવાદ ક્રોધાદિ ભાવને આશ્રીને ચાર ભેદે છે – (૧) દ્રવ્યથી - સર્વે દ્રવ્યમાં અન્યથા પ્રરૂપણા કરવી. (૨) ક્ષેત્રથી - લોક કે અલોકમાં. (૩) કાળથી - રાત્રિ આદિમાં. (૪) ભાવથી - ક્રોધ આદિ વડે જૂઠું બોલે.
દ્રવ્યાદિ ચતુર્ભંગી વળી આ પ્રમાણે – કોઈ દ્રવ્યથી જૂઠું બોલે, ભાવથી નહીં. કોઈ ભાવથી જૂઠું બોલે, દ્રવ્યથી નહીં. કોઈ બંને રીતે જૂઠું બોલે. કોઈ બંનેથી જૂઠું ન બોલે. જેમકે હિંસકનો કોઈ મૃગ કે પશુ વિશે દયાથી જૂઠું કહે, તે પહેલો ભંગ. બીજો ઉતાવળથી અને વિના વિચાર્યે મેં જોયા છે કહે તે બીજો ભંગ. ત્રીજો સમજીને જ જૂઠું બોલે. ચોથો ભંગ શૂન્ય છે.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit