Pramāṇa · Search · About · API

Dasaveyaliya 245

Dasaveyāliya: ṭīkānusārī vivecana 245

Language
Gujarati

245

‘દશવૈકાલિક’ સૂત્ર–૩૬ [૪/૩૬]
હવે પછી - ભદંત! ત્રીજું મહાવ્રત - અદત્તાદાનથી વિરતિ. ભદંત! હું સર્વે અદત્તાદાનનું પચ્ચક્‌ખાણ કરું છું. તે ગામમાં, નગરમાં, અરણ્યમાં (કરે) થોડું - વધું - સૂક્ષ્મ - સ્થૂળ, સચિત્ત કે અચિત્ત હોય. તે અદત્ત હું સ્વયં ગ્રહણ ન કરું, બીજા પાસે અદત્ત ગ્રહણ કરાવું નહીં, અદત્ત ગ્રહણ કરતાં બીજાને અનુમોદું નહીં. જાવજ્જીવને માટે ત્રિવિધ ત્રિવિધે - મનથી, વચનથી, કાયાથી કરું નહીં, કરાવું નહીં, કરનારને અનુમોદું નહીં. ભગવન્‌! તે અદત્ત - આદાનને પ્રતિક્રમું છું, નિંદુ છું, ગર્હુ છું. (અદત્તાદાન યુક્ત મારા) આત્માને તજું છું. ભદંત! હું ત્રીજા મહાવ્રતમાં ઉપસ્થિત થયો છું (જેમાં) સર્વ અદત્તાદાનથી વિરમવાનું છે.

Linked texts (1)