Dasaveyaliya 246
Dasaveyāliya: ṭīkānusārī vivecana 246
- Language
- Gujarati
246
વિવેચન–૩૬
બીજું મહાવ્રત કહ્યું, હવે ત્રીજું કહે છે – ત્રીજા મહાવ્રતમાં અદત્તાદાનથી વિરમવું તે. શેષ પૂર્વવત્. ગામમાં, નગરમાં કે અરણ્યમાં, આના વડે ક્ષેત્ર કહ્યું. બુદ્ધિ આદિ ગુણોને ગ્રહણ કરે તે ગામ. જેમાં ‘કર’ ન હોય તે નગર. અલ્પ કે બહુ ઈત્યાદિ શબ્દોથી દ્રવ્યને કહ્યા. અલ્પ - મૂલ્યથી, કાષ્ઠાદિ. બહુ - વજ્રાદિ. અણુ - પ્રમાણથી. ઈત્યાદિ - X - સ્વયં અદત્ત ગ્રહણ કરું નહીં ઈત્યાદિ પૂર્વવત્. વિશેષ આ પ્રમાણે – અદત્તા દાન ચાર ભેદે – (૧) દ્રવ્યથી - અલ્પ આદિ, (૨) ક્ષેત્રથી - ગામાદિમાં, (૩) કાળથી - રાત્રિ આદિમાં, (૪) ભાવથી - રાગ, દ્વેષ વડે. દ્રવ્યાદિ ચતુર્ભંગી બીજી આ રીતે - કોઈ દ્રવ્યથી અદત્ત લે, ભાવથી ન લે. ઈત્યાદિ ચાર. તેમાં અરક્ત તથા અદ્વેષી સાધુને કોઈ સ્થાને કારણે માલિકને પૂછ્યા વિના તૃણને ગ્રહણ કરે તો દ્રવ્યથી અદત્તાદાન છે, પણ ભાવથી નથી. ચોરવા ગયેલને પ્રાપ્ત ન થાય તો ભાવથી અદત્ત છે, દ્રવ્યથી નહીં. ઈત્યાદિ.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit