Dasaveyaliya 247
Dasaveyāliya: ṭīkānusārī vivecana 247
- Language
- Gujarati
247
‘દશવૈકાલિક’ સૂત્ર–૩૭ [૪/૩૭]
હવે પછી - ભદંત! ચોથા મહાવ્રતમાં મૈથુનથી વિરમણ હોય. ભગવન્! હું બધાં મૈથુનનો ત્યાગ કરું છું. તે દેવ, મનુષ્ય અને તિર્યંચ સંબંધી છે. તે મૈથુન હું સ્વયં સેવું નહીં, બીજા પાસે સેવડાવું નહીં. મૈથુન સેવનાર અન્યને અનુમોદું નહીં. જાવજ્જીવને માટે ત્રિવિધ ત્રિવિધે અર્થાત્ મન-વચન-કાયાથી, ન કરું - ન કરાવું - કરનારને ન અનુમોદું. ભદંત! તે મૈથુનને હું પ્રતિક્રમું છું, નિંદુ છું, ગર્હુ છું. (મૈથુન યુક્ત) આત્માને તજું છું. ભદંત! હું ચોથા મહાવ્રતમાં ઉપસ્થિત થયો છું. તેમાં સર્વથા મૈથુનથી વિરમણ હોય છે.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit