Dasaveyaliya 248
Dasaveyāliya: ṭīkānusārī vivecana 248
- Language
- Gujarati
248
વિવેચન–૩૭
ત્રીજું મહાવ્રત કહ્યું. હવે ચોથું કહે છે – ચોથા મહાવ્રતમાં મૈથુનથી અટકવું. ભદંત! હું સર્વે મૈથુનનો ત્યાગ કરું છું ઈત્યાદિ. તે આ રીતે – દેવ, મનુષ્ય કે તિર્યંચ સંબંધી, આના વડે દ્રવ્ય પરિગ્રહ કહ્યો. દૈવ - અપ્સરા કે દેવ સંબંધી. આ સંબંધ રૂપ કે રૂપ સહગત દ્રવ્યમાં થાય છે. તેમાં રૂપ - નિર્જીવ પ્રતિમા રૂપ, રૂપસહગત - સજીવ. અથવા ભૂષણ રહિત તે રૂપ. ભૂષણ સહિત તે રૂપસહગત. એ પ્રમાણે મનુષ્ય અને તિર્યંચમાં પણ જાણવું. સ્વયં મૈથુન સેવું નહીં ઈત્યાદિ પૂર્વવત્. વિશેષ આ પ્રમાણે – મૈથુન ચાર ભેદે છે. (૧) દ્રવ્યથી - દેવ આદિ સંબંધી, ક્ષેત્રથી - ત્રણ લોકમાં, કાળથી - રાત્રિ આદિમાં. (૨) ભાવથી - રાગ અને દ્વેષથી. આનુ વ્રત ભાંગું તે દ્વેષથી, આસક્તિ તે રાગથી. દ્રવ્યાદિ ચતુર્ભંગી આ પ્રમાણે – (૧) દ્રવ્યથી મૈથુન પણ ભાવથી નહીં. (૨) ભાવથી મૈથુન પણ દ્રવ્યથી નહીં, ઈત્યાદિ. રાગ-દ્વેષ રહિત સ્ત્રીને બળાત્કારે ભોગવવી તે પહેલો ભંગ. મૈથુન સંજ્ઞા પરિણતને તે પ્રાપ્ત ન થાય તો બીજો ભંગ, પ્રાપ્ત થાય તો ત્રીજો ભંગ. ચોથો ભંગ - શૂન્ય.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit