Pramāṇa · Search · About · API

Dasaveyaliya 249

Dasaveyāliya: ṭīkānusārī vivecana 249

Language
Gujarati

249

‘દશવૈકાલિક’ સૂત્ર–૩૮ [૪/૩૮]
હવે પછી - પાંચમાં મહાવ્રતમાં ‘પરિગ્રહથી વિરમણ’ હોય છે. ભદંત! હું સર્વે પરિગ્રહનો ત્યાગ કરું છું. તે પરિગ્રહ આ રીતે - અલ્પ કે બહુ, અણુ કે સ્થૂળ, સચિત્ત કે અચિત્ત. હું સ્વયં પરિગ્રહનું પરિગ્રહણ ન કરું, બીજા પાસે પરિગ્રહ ગ્રહણ કરાવું નહીં, પરિગ્રહ ગ્રહણ કરનાર બીજાનું અનુમોદન ન કરું. જાવજ્જીવને માટે ત્રિવિધ-ત્રિવિધે (અર્થાત્‌) મન-વચન-કાયાથી, કરું નહીં - કરાવું નહીં - કરનારને અનુમોદું નહીં. ભદંત! હું તે (પરિગ્રહ ગ્રહણ)ને પ્રતિક્રમું છું, નિંદુ છું, ગર્હુ છું, (પરિગ્રહાસક્ત) તે આત્માને હું વોસિરાવું છું. ભદંત! હું પાંચમાં મહાવ્રતમાં ઉપસ્થિત છું (જેમાં) સર્વથા પરિગ્રહથી વિરમણ હોય.

Linked texts (1)