Dasaveyaliya 250
Dasaveyāliya: ṭīkānusārī vivecana 250
- Language
- Gujarati
250
વિવેચન–૩૮
ચોથું મહાવ્રત કહ્યું. હવે પાંચમું કહે છે – ભદંત! પાંચમાં મહાવ્રતમાં પરિગ્રહથી વિરમણ, ભદંત! હું સર્વે પરિગ્રહનો ત્યાગ કરું છું ઈત્યાદિ. અલ્પ આદિ પૂર્વવત્. સ્વયં પરિગ્રહ ગ્રહણ ન કરું ઈત્યાદિ પૂર્વવત્. વિશેષ આ પ્રમાણે – પરિગ્રહ ચાર ભેદે છે. (૧) દ્રવ્યથી - બધાં દ્રવ્યોમાં, (૨) ક્ષેત્રથી - લોકમાં, (૩) કાળથી - રાત્રિ આદિમાં, (૪) ભાવથી - રાગ દ્વેષ વડે. બીજાની ઈર્ષ્યાથી પોતે પરિગ્રહ રાખે, તે દ્વેષથી. દ્રવ્યાદિ ચતુર્ભંગી વળી આ પ્રમાણે – (૧) કોઈ દ્રવ્યથી પરિગ્રહ કરે, ભાવથી નહીં. (૨) કોઈ ભાવથી પરિગ્રહ કરે, દ્રવ્યથી નહીં ઈત્યાદિ ચાર. તેમાં રાગ-દ્વેષ વિના સાધુ ધર્મોપકરણને રાખે તે દ્રવ્યથી પરિગ્રહ કહેવાય, ભાવથી નહીં. મૂર્ચ્છા હોય પણ પ્રાપ્ત ન કરે તો બીજો ભંગ, જો પ્રાપ્ત કરે તો ત્રીજો ભંગ, છેલ્લો ભંગ શૂન્ય છે.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit