Dasaveyaliya 251
Dasaveyāliya: ṭīkānusārī vivecana 251
- Language
- Gujarati
251
‘દશવૈકાલિક’ સૂત્ર–૩૯, ૪૦ [૪/૩૯, ૪૦]
[૩૯] હવે પછી - ભદંત! છઠ્ઠા વ્રતમાં રાત્રિભોજનથી વિરતિ હોય છે. ભદંત! હું બધાં રાત્રિ-ભોજનનો ત્યાગ કરું છું. તે અશન, પાન, ખાદિમ, સ્વાદિમનો રાત્રિમાં સ્વયં ઉપભોગ ન કરું, બીજા પાસે રાત્રિભોજન ન કરાવું, રાત્રિભોજન કરનાર બીજાને અનુમોદું નહીં. જાવજ્જીવ ત્રિવિધ-ત્રિવિધે અર્થાત્ મન-વચન-કાયાથી કરું નહીં - કરાવું નહીં - કરનારને અનુમોદું નહીં. ભદંત! હું તે (રાત્રિભોજન) ને પ્રતિક્રમું છું, નિંદુ છું, ગર્હુ છું. (રાત્રિભોજન યુક્ત) આત્માને વોસિરાવું છું. ભદંત! હું છઠ્ઠા વ્રતમાં ઉપસ્થિત થયો છું. જેમાં સર્વથા રાત્રિ-ભોજનથી વિરત થવાનું હોય છે.
[૪૦] આ પ્રમાણે હું પાંચ મહાવ્રત અને રાત્રિભોજનની વિરતિ રૂપ છઠ્ઠા વ્રતને આત્મહિતાર્થે સ્વીકારીને વિચરણ કરું છું.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit