Dasaveyaliya 252
Dasaveyāliya: ṭīkānusārī vivecana 252
- Language
- Gujarati
252
વિવેચન–૩૯, ૪૦
પાંચમું મહાવ્રત કહ્યું. હવે છઠ્ઠું વ્રત કહે છે – હવે પછી છઠ્ઠા વ્રતમાં ભદંત! રાત્રિભોજનનો ત્યાગ કરવો તે છે. ભદંત! સર્વે રાત્રિ-ભોજનનું હું પ્રત્યાખ્યાન કરું છું આદિ પૂર્વવત્. અશન - પેટ ભરાય તે, ઓદન આદિ. પાન - પીવાય તે, મૃદ્વીકાનું પાણી વગેરે. ખાદ્ય - ખવાય તે, ખજૂર આદિ. સ્વાદ્ય - સ્વાદ કરાય તે, તાંબૂલ આદિ. રાત્રિમાં સ્વયં ખાય નહીં, ઈત્યાદિ સૂત્રાર્થવત્. વિશેષ આ છે – રાત્રિભોજન ચાર ભેદે છે. દ્રવ્યથી - અશનાદિમાં, ક્ષેત્રથી - અઢી દ્વીપ સમુદ્રમાં, કાળથી - રાત્રિ આદિમાં, ભાવથી - રાગ અને દ્વેષ વડે. સ્વરૂપથી પણ આનું ચાતુર્વિધ્ય છે, તે આ – (૧) રાત્રિમાં લઈ રાત્રિમાં ખાય, (૨) રાત્રિમાં લઈ દિવસે ખાય, (૩) દિવસે ગ્રહણ કરી રાત્રિમાં ખાય, (૪) દિવસના ગ્રહણ કરેલ, સંનિધિ પરિભોગથી દિવસના ખાય.
દ્રવ્યાદિ ચઉભંગી વળી આ પ્રમાણે – (૧) કોઈ દ્રવ્યથી રાત્રિભોજન કરે, ભાવથી નહીં. (૨) કોઈ ભાવથી કરે, દ્રવ્યથી નહીં. ઈત્યાદિ ચાર ભેદ. તેમાં – (૧) સૂર્ય ઉગ્યો ન હોય છતાં ઉગેલો માનીને કે અસ્ત થવા છતાં અસ્ત થયો નથી તેમ જાણીને રાગદ્વેષ રહિતપણે કે અગાઢ કારણે રાત્રિના ભોજન કરતાં દ્રવ્યથી રાત્રિભોજન છે, ભાવથી નથી. (૨) મૂર્ચ્છાથી રાત્રિભોજન માટે પ્રવૃત્ત થાય, પણ તે પ્રાપ્ત ન થાય તો ભાવથી ભંગ છે, દ્રવ્યથી નહીં. જો પ્રાપ્ત થાય તો બંનેથી ભંગ છે. ચોથો ભંગ શૂન્ય છે. આ રાત્રિભોજન વિરમણવ્રત પહેલાં અને છેલ્લા તીર્થંકરના તીર્થમાં ઋજુ જડ અને વક્ર જડ પુરુષની અપેક્ષાથી મૂલગુણત્વને જણાવવા માટે, મહાવ્રત પછી કહેલ છે. મધ્યમ તીર્થંકરમાં તે ઉત્તરગુણમાં કહેલ છે.
સર્વે વ્રતના સ્વીકારને જણાવવા કહે છે – અનંતરોક્ત પાંચ મહાવ્રત અને છઠ્ઠું રાત્રિભોજન વિરમણ વ્રત છે. શા માટે? આત્મહિત - મોક્ષને માટે. આના દ્વારા બીજા હેતુથી વ્રતગ્રહણ તે તત્ત્વથી વ્રતનો અભાવ છે.
બીજી કોઈ અભિલાષાથી હિંસાદિની અનુમતિ આદિ દોષ પ્રાપ્ત થાય. ઉપસંપદ્ય - સામીપ્યથી સ્વીકારેલ વ્રતોને સુસાધુ વિહારથી રહે, અન્યથા સ્વીકાર્યા પછી વ્રતોનો અભાવ થાય. તેમાં આ દોષો છે – હિંસાદિ કરનારને અલ્પાયુ, જીભનો છેદ, દારિદ્રય, નપુંસકત્વ, દુઃખીત્વ આદિ (અનુક્રમે) જાણવા.
હવે પ્રત્યાખ્યાનના ૧૪૭ ભેદોની વ્યાખ્યા – પ્રત્યાખ્યાનમાં કુશળ છે, બાકી બધાં અકુશલ છે. અવયવાર્થ - ભંગ યોજના આ પ્રમાણે છે. ત્રણ ત્રિક, ત્રણ દ્વિક, ત્રણ એક લેવા. - X - X - તેનો ભાવાર્થ કહીએ છીએ. ભેદ (૧) ન કરું, ન કરાવું, કરનારને ન અનુમોદું તે મનથી - વચનથી - કાયાથી. (૨) ન કરે, ન કરાવે, કરનારને ન અનુમોદે તે મન - વચન - કાયાથી. (૩) ન કરે, ન કરાવે, કરનારને ન અનુમોદે - તે મનથી એક, વચનથી બીજો, કાયાથી ત્રીજો. આ ત્રીજો મૂલભેદ કહ્યો.
(૪) ન કરે, ન કરાવે મન - વચન - કાયાથી તે એક, ન કરે, કરનારને ન અનુમોદે તે બીજો, ન કરાવે - કરનારને ન અનુમોદે તે ત્રીજો. ચોથો મૂલ ભેદ કહ્યો. (૫) ન કરે - ન કરાવે મન - વચનથી તે એક. ન કરે - કરનારને ન અનુમોદે તે બીજો. ન કરાવે - કરનારને ન અનુમોદે તે ત્રીજો. આ ત્રણ ભંગો મન અને વચનથી થયા. બીજા ત્રણ ભંગ મન અને કાયાથી પ્રાપ્ત થાય છે. તે જ પ્રમાણે વચન અને કાયાથી ત્રણ ભંગ પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે બધાં મળીને નવ ભંગો થયા. તે પાંચમો ભેદ.
હવે છઠ્ઠો ભંગ – ન કરે - ન કરાવે મનથી તે એક, ન કરે - કરનારને ન અનુમોદે મનથી તે બીજો, ન કરાવે - કરનારને ન અનુમોદે મનથી તે ત્રીજો ભંગ. એ પ્રમાણે વચન અને કાયાથી પણ ત્રણ-ત્રણ ભંગો પ્રાપ્ત થાય છે. આ બધાં થઈને નવ ભંગો થાય. છઠ્ઠો મૂલભેદ કહ્યો. (૭) ન કરે, મન - વચન - કાયાથી તે એક. ન કરાવે મન આદિથી તે બીજો. કરનારને ન અનુમોદે, મન આદિથી તે ત્રીજો. આ સાતમો મૂલભેદ. (૮) ન કરે મન - વચનથી. મન - કાયાથી. વચન - કાયાથી એમ ત્રણ ભંગ. એ પ્રમાણે ન કરાવે અને કરનારને ન અનુમોદેના ત્રણ-ત્રણ ભંગો મળીને નવ ભંગ. આઠમો મૂળભેદ કહ્યો. (૯) ન કરે - મનથી. ન કરાવે - મનથી. કરનારને ન અનુમોદે - મનથી એ ત્રણ. એ પ્રમાણે વચનથી ત્રણ, કાયાથી ત્રણ. બધાં મળીને નવ ભંગ. આ નવમો મૂળ ભેદ કહ્યો.
ઉક્ત બધાં મળીને ૪૯-ભંગો થાય છે. તેને અતીત, અનાગત અને વર્તમાન એ ત્રણ કાળથી ગુણતાં ૧૪૭ ભંગો થાય. તેમાં અતીતનું પ્રતિક્રમણ, વર્તમાનનું સંવરણ, અનાગતનું પચ્ચક્ખાણ થાય. આ ત્રણ કાળનું ગણવું. જિનવર, ગણધર અને વાચકોએ કહેલ છે.
ચારિત્ર ધર્મ કહ્યો. હવે યતનાનો અવસર છે, તે કહે છે –
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit