Pramāṇa · Search · About · API

Dasaveyaliya 253

Dasaveyāliya: ṭīkānusārī vivecana 253

Language
Gujarati

253

‘દશવૈકાલિક’ સૂત્ર–૪૧ [૪/૪૧]
તે ભિક્ષુ કે ભિક્ષુણી, જે સંયત, વિરત, પાપકર્મનો પ્રતિષેધ અને પચ્ચક્‌ખાણ કરેલ છે, (તે) દિવસે કે રાત્રે, એકલા કે પર્ષદામાં, સૂતા કે જાગતા -પૃથ્વી, ભિત્તિ, શિલા, ઢેફું, સચિત્ત રજથી સંસૃષ્ટ શરીર કે વસ્ત્ર. (આ બધાંને) હાથ, પગ, કાષ્ઠ, કાષ્ઠખંડ, આંગળી, શલાકા, શલાકા સમૂહ (આમાંના કોઈ) વડે -આલેખન, વિલેખન, ઘટ્ટન કે ભેદન સ્વયં ન કરે, બીજા પાસે આલેખન આદિ ન કરાવે, આલેખન આદિ કરનારા બીજાને ન અનુમોદે. જાવજ્જીવને માટે ત્રણ કરણ-ત્રણ યોગથી અર્થાત્‌ મન- વચન - કાયાથી ન કરે - ન કરાવે - કરનારને ન અનુમોદે. ભદંત! હું તે (પૃથ્વીકાયની વિરાધના) ને પ્રતિક્રમું છું, નિંદુ છું, ગર્હુ છું, આત્માને વોસિરાવું છું.

Linked texts (1)