Dasaveyaliya 254
Dasaveyāliya: ṭīkānusārī vivecana 254
- Language
- Gujarati
254
વિવેચન–૪૧
જે આ મહાવ્રતથી યુક્ત છે, તે ભિક્ષુ કે ભિક્ષુણી - આરંભ પરિત્યાગથી તેની કાયા ધર્મકાયા છે, તેના પાલન માટે ભિક્ષણશીલ તે ભિક્ષુ એ પ્રમાણે ભિક્ષુણી પણ કહેવી. ધર્મ પુરુષ વડે ઉત્તમ છે, તેથી ભિક્ષુને વિશેષપણે બતાવે છે, તે ભિક્ષુણી માટે પણ જાણવું. સંયત - સમસ્ત પ્રકારે યતના કરે તે સંયત, તે ૧૭ પ્રકારે છે. અનેક પ્રકારે બાર ભેદે તપમાં રત તે વિરત. સ્થિતિ ઘટાડવાથી, ગ્રંથિભેદથી, હેતુના અભાવથી ફરી વૃદ્ધિના અભાવથી જ્ઞાનાવરણીયાદિ પાપકર્મ જેણે હણેલ છે, તે પ્રતિહત પ્રત્યાખ્યાત પાપકર્મા. (તે શું કરે?) રાત્રે સૂતો કે દિવસે જાગતો, કારણે એકલો, શેષકાળમાં પર્ષદામાં રહેલ, આ અને કહેવાનાર દોષો ન સેવે.
તે દોષ આ છે –પૃથ્વી - લોષ્ટાદિ રહિત, ભિત્તિ - નદી તટ, શિલા - મોટો પથ્થર, લોષ્ટ - ઢેફું, જંગલની ધૂળ સહિત તે સરજસ્ક, એવી કાયા કે વસ્ત્ર - ચોલપટ્ટકાદિ, ઉપલક્ષણથી પાત્ર આદિ લેવા. ધૂળથી ખરડાયેલ હોય તો શું કરવું? હાથ, પગ, ઈત્યાદિ વડે આલેખન આદિ ન કરે. (સૂત્રાર્થથી આ અર્થો જાણવા.) શેષ પૂર્વવત્.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit