Dasaveyaliya 256
Dasaveyāliya: ṭīkānusārī vivecana 256
- Language
- Gujarati
256
વિવેચન–૪૨
તે ભિક્ષુ કે ભિક્ષુણી૦ ઈત્યાદિ પૂર્વવત્. ઉદક - પાણીની શેર, ઓસ - ત્રેહ, હિમ - થીજેલું પાણી, મહિકા - ધૂમ્મસ, કરક - કરા, હરતનુ - પૃથ્વીને ભેદીને જે ઘાસ આદિ બહાર આવે તેના ઉપરના પાણીના બિંદુ. શુદ્ધોદક - વરસાદનું પાણી, ભીંજાયેલ શરીર કે ભીંજાયેલા વસ્ત્ર - અહીં ભીંજાયેલા એટલે વરસાદ આદિના પાણીથી ભીના થઈને નીચે છાંટા પડતા હોય તેવા ઉક્ત ભેદથી મિશ્રિત. સ્નિગ્ધતા સહિત વર્તતા વસ્ત્ર કે કાયા - અહીં સ્નિગ્ધતા તે બિંદુરહિત વર્તતા વસ્ત્ર કે કાયા - અહીં સ્નિગ્ધતા તે બિંદુ રહિત - અનંતર કહેલા દકભેદ સંમિશ્ર. આ બધામાં સાધુ શું કરે? તે કહે છે – (કાયા કે વસ્ત્રને) સંસ્પર્શ ન કરે, વસ્ત્રને વળ ન ચડાવે, ન પીડા કરે, ન અતિ પીડા કરે ઈત્યાદિ સૂત્રાર્થ મુજબ જાણવું. વિશેષ એ કે – સંસ્પર્શ-આમર્ષણ, આપીડન - એક વખત કે કંઈક પીડા કરવી ઈત્યાદિ - X - આ પ્રમાણે પોતે ન કરે, બીજા પાસે ન કરાવે કે બીજો કોઈ આપ મેળે કરતો હોય તો તેને અનુમોદન ન આપે ઈત્યાદિ પૂર્વવત્ જાણવું.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit