Pramāṇa · Search · About · API

Dasaveyaliya 257

Dasaveyāliya: ṭīkānusārī vivecana 257

Language
Gujarati

257

‘દશવૈકાલિક’ સૂત્ર–૪૩ [૪/૪૩]
તે ભિક્ષુ કે ભિક્ષુણી, કે જે સંયત, વિરત, પ્રતિહત તથા પ્રત્યાખ્યાત પાપકર્મી છે, તે દિવસે કે રાત્રે, એકલા કે પર્ષદામાં, સૂતા કે જાગતા, - - અગ્નિ, અંગારા, મુર્મુર, અર્ચિઃ, જ્વાલા, અલાત, શુદ્ધ અગ્નિ, ઉલ્કા (આ બધાંને) ઉત્સિંચન, ઘટ્ટન, ઉજ્પાલન કે નિર્વાપનને સ્વયં ન કરે, ઉત્સિંચનાદિ બીજા પાસે ન કરાવે, કોઈ ઉત્સિંચનાદિ કરતા હોય તેને અનુમોદન ન આપે. જાવજ્જીવને માટે ગણ કરણ. ત્રણ યોગથી અર્થાત્‌ મન-વચન-કાયાથી કરે નહીં, કરાવે નહીં, કરનારને અનુમોદે નહીં. ભદંત! તે (અગ્નિ વિરાધના) ને હું પ્રતિક્રમું છું, નિંદુ છું, ગર્હુ છું અને તેવા આત્માને હું વોસિરાવું છું.

Linked texts (1)