Dasaveyaliya 258
Dasaveyāliya: ṭīkānusārī vivecana 258
- Language
- Gujarati
258
વિવેચન–૪૩
તે ભિક્ષુ કે ભિક્ષુણી૦ આદિ પૂર્વવત્. તે અગ્નિ૦ આદિ આ પ્રમાણે – અગ્નિ - લોઢાને ગરમ કરતા લાલચોળ દેખાય તે. અંગાર - જ્વાલા રહિત અગ્નિ. મુર્મુર - વિરલ અગ્નિકણ, તણખાં. અર્ચિ - મૂળ અગ્નિથી જુદા પડેલ જ્વાલા. જ્વાલા - પ્રતિબદ્ધ હોય તે. અલાત - ઉલ્મૂક. નિરિંધન તે શુદ્ધ અગ્નિ. ઉલ્કા - આકાશનો અગ્નિ. આ બધાં અગ્નિમાં સાધુ શું ન કરે? તેનું ઉત્સિંચન - ઉછાળે નહીં, ઘટ્ટન - સજાતીયાદિ વડે ચલાવે નહીં. ઉજ્જવાલન - વીંઝણા આદિથી વૃદ્ધિ ન કરે, નિર્વાપણ - ઠારે નહીં. શેષ સૂત્રાર્થવત્ જાણવું.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit