Pramāṇa · Search · About · API

Dasaveyaliya 259

Dasaveyāliya: ṭīkānusārī vivecana 259

Language
Gujarati

259

‘દશવૈકાલિક’ સૂત્ર–૪૪ [૪/૪૪]
સંયત, વિરત, પ્રતિહત અને પ્રત્યાખ્યાન પાપકર્મી ભિક્ષુ કે ભિક્ષુણી દિવસે કે રાત્રે, એકલા કે પર્ષદામાં, સૂતા કે જાગતા, - - ચામરથી, પંખાથી, તાલવૃંતથી, પત્રોથી, પત્રભંગોથી, શાખા કે શાખા ભંગોથી, મોરપીંછ કે મોરપંખથી, વસ્ત્ર કે વસ્ત્રના છેડાથી, પોતાના હાથ કે મુખથી, - - પોતાના શરીરને કોઈ બાહ્ય પુદ્ગલને સ્વયં ફૂંક ન મારે કે હવા ન દે, બીજા પાસે તેમ કરાવે નહીં કે તેમ કરનારને અનુમોદે નહીં, જાવજ્જીવને માટે (આ વાયુકાય વિરાધના) ત્રિવિધે અર્થાત્‌ મન-વચન-કાયાથી ન કરે, ન કરાવે, કરનારને ન અનુમોદે. ભદંત! તે વાયુકાય વિરાધનાને હું પ્રતિક્રમું છું, નિંદુ છું, ગર્હુ છું અને તેવા આત્માને વોસિરાવું છું.

Linked texts (1)